હિન્દુ વેપારીઓની કમાણીમાં બરકતનું નિમિત્ત બને છે મુસ્લિમ કારીગરો

હિન્દુ વેપારીઓની કમાણીમાં બરકતનું નિમિત્ત બને છે મુસ્લિમ કારીગરો
વર્ષોથી મુસ્લિમ કારીગરો ચોપડા તૈયાર કરે છે.

રોજમેળ, ખાતાવાહી જેવા હિસાબી ચોપડા વર્ષોથી બાંધે છે મુસ્લિમ કારીગર, દિવાળીના છ મહિના પહેલાથી ચોપડા બનાવવાની શરુઆત કરી દે છે.

 • Share this:
  સંજય ટાંક, અમદાવાદ : દિવાળીના તહેવારમાં વેપારીઓ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચોપડા પૂજન કરતા હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વેપારીઓના વેપારમાં હિસાબી નોંધ માટે કામ આવતા આ ચોપડાઓ મુસ્લિમ કારીગરો તૈયાર કરે છે. આ હિસાબી ચોપડા કેવી રીતે બને છે અને મુસ્લિમ કારીગરો કેવી રીતે હિન્દુ વેપારીઓની બરકત માટે નિમિત્ત બને છે તે જાણવું રસપ્રદ છે.

  અમદાવાદના ચોપડા બજારનું દ્રશ્ય કંઈક અલગ હોય છે. અહીં રોજમેળ, ખાતાવહી જેવા હિસાબી ચોપડા તૈયાર કરવામાં આવે છે. આ ચોપડા તૈયાર કરવાનું કામ મુસ્લિમ કારીગરો કરે છે. અમદાવાદની પાંચ કૂવાની પોળમાં રહેતા અહેમદભાઈ આવા જ મુસ્લિમ કારીગરોમાંના એક છે. તેઓ વેપારીઓના હિસાબી ચોપડા બનાવે છે. આ ચોપડાઓ બાંધીને બનાવવામાં આવતા હોય છે. અહેમદભાઈ 40 વર્ષથી આ પ્રકારે ચોપડા બનાવે છે અને હિન્દુ વેપારીઓની બરકત માટે નિમિત્ત બને છે.

  ચોપડા બનાવનાર કારીગર અહેમદભાઈનું કહે છે કે, "હું આ લાઈનમાં 40 વર્ષથી છું. કાગદી બજારમાં બાપદાદાના ધંધામાં સંકળાયેલા છીએ. વેપારીઓના ધંધા માટેના ચોપડા અમે તૈયાર કરીને આપીએ છીએ. તેમના મુહૂર્ત હોય તે પ્રમાણે હિન્દુભાઈઓ તેનું પૂજન કરે છે."

  વેપારીઓને કામમાં આવતા રોજમેળ, ઉઘરાણીબુક, ખાતાવહી જેવા હિસાબી ચોપડા દોરીથી બાંધીને બનાવવામાં આવતા હોય છે. દિવાળી પહેલા છ મહિનાથી જ આ પ્રકારે ચોપડા બાંધવાની કામગીરી કારીગરો શરુ કરી દેતા હોય છે. કારીગરોના કહેવા પ્રમાણે ચોપડાના કાગળને શળ પાડવાની હોય, પૂઠા બનાવવાના હોવાથી એક ચોપડો બાંધતા એક કલાક લાગે છે.  બૂક સેલર્સ એસોસિએશનના પ્રમુખ નરેશ શાહનું કહેવું છે કે, ચોપડા મુસ્લિમ કારીગરો બનાવે છે. વર્ષોથી તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ચોપડા હિન્દુ વેપારીઓ પોતાના વેપારધંધામાં ઉપયોગમાં લે છે.'

  રામ હોય કે રહીમ, અલ્લાહ હોય કે ઈશ્વર સૌ એક સમાન છે, ત્યારે વર્ષોથી હિન્દુ વેપારીઓના વેપારધંધાના હિસાબી ચોપડા તૈયાર કરતા મુસ્લિમ કારીગરોને પગલે કોમી એકતાની સુવાસ આ હિસાબી ચોપડાની બનાવટ અને તેના પૂજનમાં જોવા મળી રહી છે.
  First published:October 23, 2019, 09:44 am

  टॉप स्टोरीज