26મીએ મુસ્લિમ બિરાદરો બંધારણના આમુખનું વાંચન કરી લોકશાહિના રક્ષણના શપથ લેશે

26મીએ મુસ્લિમ બિરાદરો બંધારણના આમુખનું વાંચન કરી લોકશાહિના રક્ષણના શપથ લેશે
પ્રતિકાત્મક તસવીર

CAA, NRC, NPR લાગૂ કરવાના નિર્ણય સામે અસહમતિ દર્શાવી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક વિરોધ કરવો સંવૈધાનિક અધિકાર : કૉંગ્રેસ ધારાસભ્ય

  • Share this:
અમાદવાદ : 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના રોજ સમગ્ર ગુજરાતનો મુસ્લિમ સમાજ બંધારણનું વાંચન કરીને લોકશાહિના રક્ષણ માટે શપથ લઇને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે.. જેમાં મુસ્લિમ સમાજની તમામ ધાર્મિક સંસ્થાઓ તથા સમાજ સેવી સંસ્થાઓ પણ જોડાશે.

ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કૉંગ્રેસ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતુ કે, દેશના બંધારણ સાથે છેડછાડ કરીને સીએએ (Citizenship Amendment Act), એનઆરસી (National Register of Citizens) અને એનપીઆર (National Population Register) લાગૂ કરવા સામે અસહમતિ દર્શાવી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનો બંધારણીય અધિકાર પણ દબાવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના મુસ્લિમ સમાજ ધાર્મિક સંસ્થાઓ અને સ્વૈછિક સમાજ સેવી સંસ્થાઓ મળીને બંધારણના આમુખનું વાંચન કરી સંવિધાન અને લોકશાહિના રક્ષણ માટે શપથ લેશે.વધુમાં ગ્યાસુદ્દીન શેખે કહ્યુ હતુ કે, ભાજપની કેન્દ્ર સરકાર સીએએ અને એનઆરસી લાગૂ કરી ધાર્મિક ધ્રુવિકરણ દ્વારા બેકારી, મંદી અને બેરોજગારી જેવી પોતાની નિષ્ફળતાને ઢાંકવા તેમજ ચૂંટણીઓ જીતવા દેશના બંધારણની અવહેલના કરી કરી છે. તેઓ વિભાજનકારી નીતિ અપવાની ભારતના વિકાસ, એકતા અને ભાઇચારાના માહોલને ડહોળવાનો પ્રયાસ કરી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 20, 2020, 11:52 am