પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કરનાર 18 વર્ષે ઝડપાયો

News18 Gujarati
Updated: October 15, 2019, 11:09 PM IST
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કરનાર 18 વર્ષે ઝડપાયો
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કરનાર 18 વર્ષે ઝડપાયો

2001માં આરોપીએ અને તેના કાકાએ પોત પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને બંન્નેની હત્યા કરીને ફરાર થઇ ગયા હતાં

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ : અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે વર્ષ 2001માં નરોડા વિસ્તારમાં થયેલ ઓનર કિલિંગના ડબલ મર્ડરમાં નાસતા ફરતા વધુ એક આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ભદોરિયાની ધરપકડ કરી છે. પત્નીને હત્યા કરનાર આરોપીને 18 વર્ષે ઝડપી પાડ્યો છે.

આરોપી નરેન્દ્રસિંહ ભદોરિયા વર્ષ 2001માં શહેરના બાપુનગર વિસ્તારમાં રહીને હીરા ઘસવાનું કામ કરતો હતો. નરેન્દ્રસિંહ ભદોરિયાની નજીકમાં તેના કાકા મુનેશસિંગ પણ પરિવાર સાથે રહેતા હતાં. જોકે બંન્નેને તેમની પત્નીને કોઇ અજાણી વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. જેથી તેઓ બાપુનગરથી મકાન ખાલી કરીને નરોડા કેવડાજીની ચાલી ખાતે આવેલ હરિદર્શન ફ્લેટમાં રહેવા માટે ગયા હતાં. પરંતુ બંન્નેની પત્નીના આડા સંબંધો ચાલુ હોવાની જાણ થતાં જ બંન્નેએ તેમની પત્નીની હત્યા કરવાનુ નક્કી કર્યુ હતું. દીવાળીના બીજે દિવસે ગળું દબાવીને પોત-પોતાની પત્નીની હત્યા કરીને કાકા ભત્રીજા ફરાર થઇ ગયા હતાં.

આ પણ વાંચો - પોલીસ બેડામાં કોલ્ડવોર! ક્રાઈમ બ્રાંચ અને SOG વચ્ચે ભારે ખેંચતાણ

હત્યા કર્યા બાદ આરોપીઓ ગીતામંદિર એસટીસ્ટેન્ડથી જોધપુર ગયેલા ત્યાંથી જયપુર, મુરેના થઇને બનાવના દશેક દિવસ બાદ પોતાના ગામમાં જતા રહ્યાં હતાં. જોકે ક્રાઇમબ્રાન્ચને બાતમી મળતા જ મે મહીનામાં આરોપી મુનેશસિંગની ધરપકડ કરી હતી અને નરેન્દ્રસિંહને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી. આ સમયે આરોપી નરેન્દ્રસિંહ ઇન્દોરમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતો હતો. તેના કાકાની ધરપકડ થઇ હોવાના સમાચાર મળતા જ તેણે નોકરી છોડી દીધી હતી અને પુના પટણા ટ્રેનમાં પેન્ટ્રીમાં સર્વિસ આપવાનું કામ કરતો હતો. જોકે ક્રાઇમબ્રાન્ચને બાતમી મળતા જ મધ્યપ્રદેશના ઇટારશી રેલવે સ્ટેશનથીનરેન્દ્રસિંહની ધરપકડ કરી હતી.
First published: October 15, 2019, 11:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading