સાણંદઃ 'પતંગની દોરી વાગી જશે બાઈક ધીરે ચલાવો', ઉત્તરાયણના દિવસે જ સંજય ઠાકોરની હત્યા, બે આરોપીની ધરપકડ

સાણંદઃ 'પતંગની દોરી વાગી જશે બાઈક ધીરે ચલાવો', ઉત્તરાયણના દિવસે જ સંજય ઠાકોરની હત્યા, બે આરોપીની ધરપકડ
મૃતક યુવકની તસવીર

બન્ને પક્ષો વચ્ચે અઠડામણ શરૂ થઈ હતી. આ અઠડામણમા સંજય ઠાકોરને છરીના ઘાં ઝીંકી દેતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્યના (Ahmedabad rural) સાણંદમા ઉત્તરાયણના (Uttarayan) દિવસે ખુની ખેલ ખેલાયો હતો. પંતગની દોરી માટે બાઈક ધીમે ચલાવવાનુ કહેતા બે પક્ષો વચ્ચે થયેલી અઠડામણમા એક યુવકનુ મૃત્યુ થઈ હતી. સાણંદ પોલીસે (Sanand police) હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદના સાણંદ ગામમા સામાન્ય બાબતે થયેલી તકરારે હિસંક સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમા એક યુવકની હત્યા થતા સનસનાટી મચી ગઈ હતી.

ઉત્તરાયણના પર્વને લઈને સાણંદમા બજાર ધમધમી રહ્યું હતું ત્યારે બાઈક પર જઈ રહેલા અજય ભાટીયાનું બાઈક શાકભાજીનો ધંધો કરતા પવન રાણાની લારી સાથે તકરાતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાનને લઈને અજય ભાટીયા, દીપરાજ ઠાકોર અને સંજય ઠાકોર તેમની લારીએ પહોચ્યા હતા.જ્યાં બન્ને પક્ષો વચ્ચે અઠડામણ શરૂ થઈ હતી. આ અઠડામણમા સંજય ઠાકોરને છરીના ઘાં ઝીંકી દેતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. પોલીસે ભીખા રાણા પવન રાણા અને મયુર ઉર્ફે મયલો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ-

આ કેસમા આરોપીના પરિવારના આક્ષેપ છે કે મરનાર અને તેના મિત્રોએ ઘરમા ઘુસીને તોડફોડ કરીને હુમલો કર્યો હતો. તેઓને દોરીથી બચવા બાઈક ધીમે ચલાવવાનુ કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હતો. દોરીથી બચવા ઠપકો આપવા અને બાઈક લારીથી અઠડાઈ જવાના વિવાદો વચ્ચે ખુની ખેલ સાણંદમા ખેલાયો હતો.

આ પણ વાંચોઃ-

સંજય ઠાકોરની હત્યા બાદ સમગ્ર વિસ્તારમા તગદીલી જેવુ વાતાવરણ સર્જાતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.. બાઈક અઠડાવવા બાબતની સામાન્ય તકરારમા બે પક્ષો વચ્ચે થયેલા ઘર્સણમા સંજય ઠાકોરની હત્યા થઈ હોવાનુ તપાસમાં ખુલ્યુ છે.સાણંદ પોલીસે હત્યા અને મારામારીની ક્રોસ ફરિયાદ નોંધીને પવન રાણા અને ભીખા રાણાની ધરપકડ કરી તપાસ શરૂ કરી.સાણંદમા ખેલાયેલા ખુની ખેલમા મૃતક અને તેના ભાઈઓ આરોપીની ઘરે હુમલો કરવા માટે પહોચ્યાં હોવાનુ પોલીસને પ્રાથમિક તપાસમા જાણવા મળ્યુ છે. આ હત્યા કેસમા મયુર ઉર્ફે મયલો નામનો આરોપી ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:January 15, 2021, 18:02 pm

ટૉપ ન્યૂઝ