Home /News /madhya-gujarat /

અમદાવાદ : ક્રૂરતાની તમામ હદ વટાવી કરી હત્યા, આરોપીઓ રોડ પર ફેંકીને ફરાર થઈ ગયા

અમદાવાદ : ક્રૂરતાની તમામ હદ વટાવી કરી હત્યા, આરોપીઓ રોડ પર ફેંકીને ફરાર થઈ ગયા

આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે

Murder news - સપ્ટેમ્બર મહિનામાં બનેલી ઘટનાની ફરિયાદ હવે લેવામાં આવી છે

અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad)આવેલ સાણંદમાં હત્યાનો (Murder in Sanand)એક એવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે જાણીને તમે પણ કહી દેશો કે આરોપીઓને કડક સજા થવી જોઈએ. હત્યાના અનેક બનાવો સામે આવ્યા છે પરંતુ એવો સાણંદમાં (Sanand)હત્યાનો એવો બનાવ બન્યો છે. જે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બનાસકાંઠામાં (Banaskantha)રહેતા અને ફેબ્રિકેશનનો વેપાર કરતા એક વ્યક્તિનું અપહરણ કરી પહેલા તેને ધમકી આપવામાં આવી અને ત્યાર બાદ તેને જ્વલનશીલ વસ્તુ પીવડાવીને આરોપીઓ રોડ પર ફેંકીને ફરાર થઈ ગયા હતા. સપ્ટેમ્બર મહિનામાં બનેલી ઘટનાની ફરિયાદ હવે લેવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૃતક હસમુખ ભાઈ બનાસકાંઠામાં રહેતો હતો અને ફેબ્રિકેશનનો વેપાર કરતા હતા. ગત 24 સપ્ટેમ્બરના રોજ મરનાર પોતાના ફલેટ જે મણિનગરમાં આવેલ છે જ્યાં હાજર હતા. જેમની સાથે અન્ય એક તેમની સાથે કામ કરતો વ્યક્તિ પણ હાજર હતો. ત્યારે આરોપીઓ છગન રબારી, મેરાજ રબારી અને નંદલાલ શાહ આવ્યા અને જેમની પાસેથી રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદ : ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરેલા વાહનને શોધવા હવે ભટકવું નહીં પડે, તે ક્યાં છે આવી રીતે પડશે ખબર

મળતી માહિતી પ્રમાણે મૃતકે આરોપીઓ પાસેથી એક વર્ષ પહેલાં ફેબ્રિકેશનનો ભંગાર લીધો હતો અને જેના 3 લાખ ચૂકવી દીધા હતા છતાં તે લોકો ખોટી માંગણી કરી રહ્યા હતા. આરોપીઓ મૃતકનો મોબાઇલ લઈ તેને પોતાની કારમાં લઈ ગયા હતા અને રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા. મૃતકે રૂપિયા ના હોવાની વાત કરતા આરોપીઓએ 1 લાખ આપવા પડશે તેમ કહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો - શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં ફરી પાછા લેવાશે? કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરે આપ્યો આવો જવાબ

જોકે રૂપિયાની વ્યવસ્થા ના હોવાથી આરોપી દ્વારા એક બોટલ કાઢી તેમાંથી જવલનશીલ પ્રવાહી પીવડાવીને રસ્તામાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ નજીકના પેટ્રોલ પંપના લોકોને ઘટનાની જાણ કરી હતી. તેમને સોલા સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ 2 ઓક્ટોબરના રોજ તેમનું મોત થયું હતું. હાલ પોલીસે હત્યા સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Murder news, અમદાવાદ, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन