Home /News /madhya-gujarat /અમદાવાદ : સ્વાતંત્ર્ય પર્વ પર જ હત્યા! આધેડને 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખ્યા

અમદાવાદ : સ્વાતંત્ર્ય પર્વ પર જ હત્યા! આધેડને 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખ્યા

અમદાવાદમાં 'તાલિબાની માહોલ' સ્વાતંત્ર્યદિની પૂર્વ સંધ્યાએ ચાર શખ્સોએ એક સિનિયર સિટિઝનની હત્યા કરી નાખી

Ahmedabad Amraiwadi Murder : 65 વર્ષના આધેડે પાડોશી સાથે જમીન તકરારામાં કેસ કરતા જીવ ગુમાવવાનો વારો આવ્યો, માથાભારે શખ્સોએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ હત્યા કરી લાશ ફેંકી દીધી

અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad) જાણે કે કાયદો અને વ્યવસ્થાની (Law and Order) સ્થિતિ કથળી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. પશ્ચિમ અને પૂર્વમાં વહેચાયેલા શહેરના પશ્ચિમ છેડાને તો પૂરતું સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન મળી રહ્યું છે પરંતુ પૂર્વ અમદાવાદ જાણે કે ગુનેગારોના (Criminals)  સકંજામાં આવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવો આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં (East Ahmedabad)  હત્યાનો સિલસિલો યથાયવત છે. શહેરના અમરાવાડી (Amraiwadi) વિસ્તારમાં ગેરકાયદેસાર બાંધકામના વિવાદ ઝગડા મુદ્દે  પાડોશી દ્વારા તિક્ષણ હથિયાર  વડે મારમારી  કરી 65  વર્ષીય આધેડની (65 years old Murdered) હત્યા કરવામાં આવી. શહેરમાં જાણે ગુનેગારો બેફામ બન્યા છે તે પ્રકાર નો ઘાટ સર્જાયો છે અને તેમાં પણ પૂર્વ વિસ્તારમાં જાણે ગુનેગાર માટે હોટસ્પોટ બન્યું છે.

બનાવની વિગતો એવી છે કે  શહેરના અમરાઈવાડી  વિસ્તારમાં  આવેલ હાટકેશ્વરમાં વધુ એક હત્યા થઈ છે.   65 વર્ષીય આધેડની હત્યા થઈ છે.  બાંધકામ બાબતે 4 શખ્સો રાજારામ મદ્રાસીને હટકેશ્વરમાં આવેલ તેના ઘર પાસેથી બાઇક પર  મોદીનગર લઈ જઈ  તિક્ષણ હથિયાર વડે માર મારીને  મોદીનગર પાસે હત્યા કરી હતી.

આ પણ વાંચો : અમરેલી : નિવૃત્ત PI વાઘેલાએ છરીના ઘા ઝીંકી પુત્રવધુની હત્યા કરી, બનાવને આત્મહત્યામાં ખપવાવનો પ્લાન નિષ્ફળ

પોલીસે 2  આરોપી હરીશ નાયકર અને માધવ નાયકરને  CCTV આધારે હસ્તગત કર્યા છે, જ્યારે અન્ય 2 આરોપી ને શોધવા તપાસ ચાલી રહી છે.અમરાઈવાડી મા રહેતા  રાજારામ મદ્રાસી  હાટકેશ્વરમાં રહે છે અને  વર્ષોથી  નિવૃત જીવન ગુજારે છે, પણ શનિવારની સાંજ તેની આખરી સાંજ બની ગઈ.

ફરિયાદી રાજારામ મદ્રાસીએ 15 વર્ષ અગાઉ ચીનેયા નાયકર,માધવન નાયકર ,હરીશ નાયકર ,ચંદુ નાયકર સામે અમરાઈવડીના  મોદીનાગર મા આવેલ તેમના 4 મકાનની બાજુ  આવેલ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કર્યો છે,જેના મુદ્દે અવર નવાર બોલાચાલી થતી હતી.

અને આજ જમીન વિવાદને લઈને શનિવાર સાંજે જ્યારે રાજા મદ્રાસી એક્ટિવા લઈને ગેસનો બાટલો લેવા જતા હતા ત્યારે તેમના એક્ટિવા સાથે બાઇક અથડાવીને  આ 4 આરોપીઓ  બાઇક પર લઈ ગયા  હતા અને મોદીનાગર પાસે હત્યા કરી મૃતદેહ ત્યાંજ ફેંકી દીધો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : સાવકી માતાએ દીકરાને મારી નાખ્યો,હાથપગ બાંધી મૃતદેહ કોથળામાં ભરીને ફેંકી દીધો!

પોલીસ પેટ્રોલિંગની વાતો વચ્ચે ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો અને તેનાજ કારણે હત્યા કરતા પણ અચકાતા નથી, ત્યારે ગુનેગારો મા પોલીસનો ભય ઉભો થાય તે જરૂરી છે, હાલ આ મામલે વધુ કાર્યવાહી કરવા માં આવી રહી છે..
Published by:Jay Mishra
First published:

Tags: અમદાવાદ, ગુનો, હત્યા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો