અમદાવાદ : રક્ષાબંધનના ગણતરીના દિવસોમાં બહેનની હત્યા, ઘરમાથી ફુલી ગયેલો મૃતદેહ મળ્યો


Updated: August 7, 2020, 7:52 AM IST
અમદાવાદ : રક્ષાબંધનના ગણતરીના દિવસોમાં બહેનની હત્યા, ઘરમાથી ફુલી ગયેલો મૃતદેહ મળ્યો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનો ચકચારી કિસ્સો, મૃતકના ભાઈએ તેના બનેવી સાથે તેની બહેનના ઝગડા થતા હોવાથી બનેવી સામે શંકા દાખવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

  • Share this:
અમદાવાદ: શહેરના (Ramol Ahmedabad) રામોલ વિસ્તારમાં એક મહિલાની ઘરમાંથી ફૂલી ગયેલી અને કાળી પડી ગયેલી હાલતમાં (Dead body of woman) લાશ મળતા ચકચાર મચી ગઇ છે. આ મહિલાની હત્યા (murder) બેએક દિવસ પહેલા થઈ હોવાનું પોલીસ (Ahmedabad Police) માની રહી છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે રક્ષાબંધનના (Rakshabandhan) દિવસે છેલ્લે તેનો ભાઈ તેને મળ્યો હતો અને બાદમાં તેની બહેનની (Murder of sister) હત્યા થઈ હોવાની જાણ થતા તેણે ફરિયાદ નોંધાવી છે. તો બીજીતરફ મૃતકના ભાઈએ તેના બનેવી સાથે તેની બહેનના ઝગડા થતા હોવાથી બનેવી સામે શંકા દાખવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

જુહાપુરામાં (juhapura Ahmedabad) રહેતા શબ્બીર શેખ હાલ રામોલ ખાતે નોકરી કરે છે. તેમની એક બહેન સૌકી ઉર્ફે મીરાનાં પહેલા લગ્ન રાકેશસિંઘ રાજપૂત સાથે કર્યા હતા. જોકે રાકેશસિંઘનું આઠેક વર્ષ પહેલા હૃદયરોગના હુમલાથી મોત થતા સૌકી ઉર્ફે મીરાંએ બીજા લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો :   રાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત

સૌકી ઉર્ફે મીરાએ છએક વર્ષ પહેલાં રામસ્વરૂપદાસજી (Ramswarupdasji) સાધુ નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. બને વસ્ત્રાલ ખાતે રહેતા હતા. રામસ્વરૂપદાસજી કપડવંજ ખાતે પણ રહેતા અને ખેતી તથા સેવા પુજાનું કામ પણ કરતા હતા. ગુરુવારે સૌકી ઉર્ફે મીરાનાં ધર્મના ભાઈએ શબ્બીરને ફોન કર્યો કે તેના ઘરનો દરવાજો કોઈ ખોલતું નથી. જેથી શબ્બીર ભાઈ ત્યાં પહોંચ્યા હતા. પણ ઘરની ચાવી ન હોવાથી ફર્નિચર બનાવનાર ને બોલાવી આ ચાવી મેળવી અને ઘર ખોલ્યું હતું. ઘર ખોલતા જ તીવ્ર વાસ આવવા લાગી બુમાબુમ કરતા સૌકી ઉર્ફે મીરા બહાર આવી ન હતી.

ઘરમાંથી મળી આવેલો મૃતદેહ ફૂલી ગયેલો હતો જેથી હત્યા બેએક દિવસ પહેલાં થઈ હોવાનું અનુમાન છે.


બાદમાં રામસ્વરૂપદાસજી ને જાણ કરાઈ હતી. તેઓ પણ આવી પહોંચ્યા અને અંદર જોયું તો બેડ પર સૌકી ઉર્ફે મીરાની (Sauki alias meera) લાશ મળી હતી. ફૂલી ગયેલી અને કાળી પડી ગયેલી બહેનની લાશ જોતા જ શબ્બીરભાઈ ના પગ નીચેથી જમીન ખસી ગઈ કારણકે તેઓ છેલ્લે રક્ષાબંધનના દિવસે મળ્યા હતા અને બાદમાં કોઈ વાત નહોતી થઈ અને અચાનક જ બહેનની (murder of sister) હત્યા થયેલી લાશ મળી આવી હતી.

સૌકી ઉર્ફે મીરા ના પેટના ભાગે (Attack on stomach of sister) ત્રણ ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસને જાણ કરાતા રામોલ પોલીસે આવીને તપાસ કરીને આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. જોકે ફરિયાદમાં (Police complain) શબ્બીરભાઈએ એવું પણ પોલીસને જણાવ્યું છે કે રામસ્વરૂપદાસજી ને અન્ય સ્ત્રી સાથે સબંધ હતા અને તે બાબતે સૌકી ઉર્ફે મીરા વાત કરતી ત્યારે ઝગડા થતા હતા. જેથી તે શંકાની દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  સુરત : માથાભારે ઇમરાન ઉર્ફે બુઢાવની ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા, શહેરમાં 3 દિવસમાં ત્રીજું ખૂન થતા ચકચાર
Published by: Jay Mishra
First published: August 7, 2020, 7:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading