અમદાવાદ : ચેતી જજો, આગામી સમયમાં હજુ પણ કેસ વધશે : વિજચ નેહરા


Updated: April 6, 2020, 9:35 PM IST
અમદાવાદ : ચેતી જજો, આગામી સમયમાં હજુ પણ કેસ વધશે : વિજચ નેહરા
મ્યુ કમિશનર વિજય નેહરાએ કહ્યું - સ્માર્ટસિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ કોરોનાની લડાઈમાં ખૂબ સારી રીતે મળી રહ્યો છે

મ્યુ કમિશનર વિજય નેહરાએ કહ્યું - સ્માર્ટસિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ કોરોનાની લડાઈમાં ખૂબ સારી રીતે મળી રહ્યો છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કમિનશર વિજય નેહરાએ કોરોના વાયરસને લઈને પત્રકાર પરિષદ બોલાવી હતી. અમદાવાદ મ્યુ કમિશનરે કહ્યું હતું કે લોકડાઉનનો ભંગ કરી રહેલાં લોકો પર બાજ નજર છે. લોકડાઉનને અસરકારક બનાવવા માટે પોલીસ તંત્ર સાથે સંકલન છે. અમદાવાદ ફરિયાદ નિવારણ કેન્દ્રની 155303ની ક્ષમતા 10 લાઈનને બદલે 3 ગણી વધારી છે. જેના પરિણામે ફરિયાદ નિવારણ કેન્દ્ર દ્રારા નાગરિકોની કોરોના વાયરસ સંક્રમણ, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલાં વ્યક્તિઓને યોગ્ય રીતે સંક્રમણ નિયંત્રણ કરવાની તથા ફોગિગ વગેરે જેવી ફરિયાદોનો નિકાલ શક્ય બન્યો છે..

મ્યુ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે સ્માર્ટસિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ કોરોનાની લડાઈમાં ખૂબ સારી રીતે મળી રહ્યો છે. માર્ચ મહિનામાં 5219 નાગરિક વિદેશથી આવ્યા હતા. જેમનો કોરોન્ટાઈન પુરો થઈ ચુક્યો છે. આ તમામને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બે સમયનું જમવાનું પહોંચાડવામાં આવ્યુ્ં હતું.. તમામ લોકો પોતાના ઘરને સ્વચ્છ રાખે તે માટે પણ ખાસ કચરો ઉપડવા માટે કોરાન્ટાઈન કરેલાં ઘરમાં ટીમ પહોંચતી હતી. તમામ લોકોમાંથી 20 જેટલાએ કોરોન્ટાઈન નિયમોનો ભંગ કર્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : ખાદ્ય મસાલાઓના વેપાર પર કોરોનાનું ગ્રહણ, બિઝનેસ માત્ર પાંચ ટકા રહ્યો

અમદાવાદ મ્યુ કમિનશરે કહ્યું હતું કે આજે નોંધાયેલાં 11 જેટલાં કેસમાંથી 10 કેસ દરિયાપૂર અને એક કાલુપુર વિસ્તારનો છે. તંત્ર દ્રારા છેલ્લાં 24 કલાકમાં 62 જેટલાં કેસ શોધાયા હતા. મોટા ભાગનાં કેસ તબલીગી જમાત સાથ સંકળાયેલાં છે. આ સાથે તબલીગી જમાતના કેસ પણ સૌથી વધારે અમદાવાદમાં હોવાથી કુલ 177 લોકોને ઓળખી પાડીને તેમનામાંથી 100 જેટલાં ટેસ્ટને સેમ્પલ માટે મોકલી આપવામાં આવ્યા છે. આજે ફિલ્ડમાં 750 ટીમ સર્વે કામગીરીમાં જોડાઈ છે. જે લોકો બિમાર છે તેઓ સામેથી જાણ ના કરતાં તંત્ર દ્રારા સઘન તપાસ કરવામાં આવે છે. શરુઆતમાં માત્ર 25થી 30 ટેસ્ટીંગ લેવાતા હતા. જેને બદલે હવે રોજના 215 જેટલાં ટેસ્ટ લેવાય છે. લોકો નહીં ચેતે તો કેસ વધી શકે છે. આ સાથે અમદાવાદ મ્યુ કમિશનર દ્રારા તાકીદ કરવામાં આવી છે કે કોઈપણ રાજકીય પક્ષો બિનજરુરી રસોડા ચલાવે નહીં. જો રાહત કરવી હોય તો સીએમ અને પીએમ રાહત ફંડમાં મદદ કરશે તો પણ સીધી મદદ મળી જશે.

દવાના છંટકાવ માટે નવા મશીન વસાવ્યા

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા એવાં મશીન વસાવવામાં આવ્યા છે, જેમાં રોડ પર દવાનો છંટકાવ થઈ શકશે. આ સાથે સોસાયટીમાં પણ આ મશીન દ્રારા દવા છાંટી શકાશે. 600 લીટરમાં એકસાથે 4 કિલોમીટર વિસ્તારમાં છંટકાવ થઈ શકે તેવાં આ મશીન છે. હાલ અમદાવાદના ફાયર વિભાગ દ્રારા કુલ 5 જેટલાં મશીન બનાવવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્રારા અમદાવાદ મ્યુ કમિશનરની હાજરીમાં આ મશીનનો ડેમો આપવામાં આવ્યો હતો.ગુજરાતમાં 19 માર્ચથી 27 માર્ચના કેસ

19 માર્ચ 2, 20 માર્ચ 5, 21 માર્ચ 6, 22 માર્ચ 5, 23 માર્ચ 11, 24 માર્ચ 5, 25 માર્ચ 4, 26 માર્ચ 5, 27 માર્ચ 3

28 માર્ચથી 6 એપ્રિલનાં કેસ

28 માર્ચ 1, 29 માર્ચ 14, 30 માર્ચ 3
31 માર્ચ 8, 1 એપ્રિલ 8, 2 એપ્રિલ 8, 3 એપ્રિલ 7, 4 એપ્રિલ 13, 5 એપ્રિલ 20, 6 એપ્રિલ 11
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading