હેડલીએ કર્યા ચોંકાવનારા ખુલાસા, મુંબઇ પર અગાઉ બે વખત હુમલાનો પ્રયાસ કરાયો હતો

Haresh Suthar | Pradesh18
Updated: February 8, 2016, 3:10 PM IST
હેડલીએ કર્યા ચોંકાવનારા ખુલાસા, મુંબઇ પર અગાઉ બે વખત હુમલાનો પ્રયાસ કરાયો હતો
આતંકવાદી હુમલા મામલે વિદેશમાંથી કોઇનું નિવેદન પહેલીવાર લેવામાં આવ્યું છે. જેમાં મુંબઇ હુમલા મામલે લશ્કર એ તોયબાનો પાકિસ્તાની અમિરેકી સભય્ ડેવિડ હેડલીએ આજે વીડિયો લિંક મારફતે પોતાનું નિવેદન આપી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વીડિયો લિંક દ્વારા હેડલીએ કોર્ટને કહ્યું કે, પાકિસ્તાની આતંકવાદીઓએ 26-11 હુમલા પહેલા પણ મુંબઇને બે વારા ટાર્ગેટ બનાવવા પ્રયાસ કર્યો હતો જોકે બંને વખત પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મુંબઇમાં નવેમ્બર 2008માં થયેલા આ હુમલામાં 166 લોકોના મોત નીપજયા હતા.

આતંકવાદી હુમલા મામલે વિદેશમાંથી કોઇનું નિવેદન પહેલીવાર લેવામાં આવ્યું છે. જેમાં મુંબઇ હુમલા મામલે લશ્કર એ તોયબાનો પાકિસ્તાની અમિરેકી સભય્ ડેવિડ હેડલીએ આજે વીડિયો લિંક મારફતે પોતાનું નિવેદન આપી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વીડિયો લિંક દ્વારા હેડલીએ કોર્ટને કહ્યું કે, પાકિસ્તાની આતંકવાદીઓએ 26-11 હુમલા પહેલા પણ મુંબઇને બે વારા ટાર્ગેટ બનાવવા પ્રયાસ કર્યો હતો જોકે બંને વખત પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મુંબઇમાં નવેમ્બર 2008માં થયેલા આ હુમલામાં 166 લોકોના મોત નીપજયા હતા.

  • Pradesh18
  • Last Updated: February 8, 2016, 3:10 PM IST
  • Share this:
મુંબઇ # આતંકવાદી હુમલા મામલે વિદેશમાંથી કોઇનું નિવેદન પહેલીવાર લેવામાં આવ્યું છે. જેમાં મુંબઇ હુમલા મામલે લશ્કર એ તોયબાનો પાકિસ્તાની અમિરેકી સભય્ ડેવિડ હેડલીએ આજે વીડિયો લિંક મારફતે પોતાનું નિવેદન આપી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વીડિયો લિંક દ્વારા હેડલીએ કોર્ટને કહ્યું કે, પાકિસ્તાની આતંકવાદીઓએ 26-11 હુમલા પહેલા પણ મુંબઇને બે વારા ટાર્ગેટ બનાવવા પ્રયાસ કર્યો હતો જોકે બંને વખત પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મુંબઇમાં નવેમ્બર 2008માં થયેલા આ હુમલામાં 166 લોકોના મોત નીપજયા હતા.

હેડલીએ સવારે સાત વાગે શરૂ થયેલ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે લશ્કરનો કટ્ટર સમર્થક હતો અને કુલ આઠ વખત તે ભારત આવ્યો હતો. તે 26 નવેમ્બર 2008ના હુમલા પહેલ સાત વખત અને ત્યાર બાદ એક વખત ભારત આવ્યો હતો. 26-11 મામલામાં સરકારી સાક્ષી બનાવાયેલ હેડલીએ કહ્યું કે, તે લશ્કરમાં મુખ્ય રીતે સાજિદ મીરના સંપર્કમાં હતો. સાજિદ મીર પણ આ મામલામાં એક આરોપી છે. તેણે કોર્ટને જણાવ્યું કે, લશ્કરે નવેમ્બર 2008ના અંતમાં હુમલા કરવા માટે અગાઉ પણ બે નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. પ્રથમ પ્રયાસ સપ્ટેમ્બરમાં અને બીજો પ્રયાસ ઓક્ટોબરમાં કરાયો હતો.

હેડલીએ કહ્યું કે તે લશ્કર પ્રમુખ હાફિઝ સઇદથી પ્રભાવિત થઇને આ સંગઠનમાં જોડાયો હતો અને વર્ષ 2002માં મુઝફ્ફરાબાદમાં એમની સાથે પ્રથમ વખત તાલિમમાં જોડાયો હતો. આતંકવાદી હુમલામાં સંડોવણી બદલ અમેરિકામાં 35 વર્ષની સજા કાપી રહેલા હેડલીએ અહીં એ પણ જણાવ્યું હતું કે, તે 2006માં પોતાનું નામ દાઉદ ગિલાનીથી બદલીને ડેવિડ હેડલી રાખી લીધું હતું કે જેથી તે ભારતમાં પ્રવેશ કરી શકે અને અહીં કોઇ વ્યવસાય શરૂ કરી શકે.

હેડલીએ કોર્ટને કહ્યું કે, મેં ફિલાડેલ્ફિયામાં પાંચ ફેબ્રુઆરી 2006માં નામ બદલવા માટે અરજી આપી હતી. મેં નવા નામથી પાસપોર્ટ મેળવવા માટે પોતાનું નામ બદલીને ડેવિડ હેડલી રાખી લીધું હતું. હુ નવો પાસપોર્ટ મેળવવા ઇચ્છતો હતો કે જેથી ભારતમાં એક અમેરિકાના રૂપમાં દાખલ થઇ શકે.

તેણે કહ્યું કે, જ્યારે એને નવો પાસપોર્ટ મળી ગયો તો તેણે આ વાત લશ્કર એ તોયબાના પોતાના સાથીદારોને બતાવી હતી. જેમાં સાજિદ મીર પણ હતો. આ એજ શખ્સ છે કે ડેવિડ જેના સંપર્કમાં હતો. ભારતમાં આવવાનો મારો ઉદ્દેશ એક કાર્યાલય, વ્યવસાય સ્થાપિત કરવાનો હતો કે જેથી ભારતમાં રહી શકું. પહેલી વખતે ભારત આવ્યો ત્યારે સાજીદ મીરે મુંબઇનો એક વીડિયો બનાવવાનું કહ્યું હતું.

હેડલીએ એ પણ કહ્યું કે, ભારતીય વિઝા અરજીમાં તેણે પોતાની અસલી ઓળખ છુપાવવા માટે ખોટી વિગતો આપી હતી. તેણે વર્ષ 2006 અને 2008 વચ્ચે કેટલીય વખત ભારતની યાત્રા કરી હતી. નકશા બનાવ્યા, વીડિયો ફૂટેજ લીધા અને હુમલા માટે તાજ હોટલ, ઓબેરોય હોટલ અને નરીમન હાઉસ સહિત વિભિન્ન સ્થળોની જાસુસી કરી હતી. હેડલીની જાસુસીએ હુમલો કરનારા લશ્કરના 10 આતંકવાદીઓ અને એના આકાઓ માટે મહત્વની જાણકારી ઉપલબ્ધ કરાવી હતી.હેડલીના વકીલ મહેશ જેઠમલાણીએ પત્રકારોને જણાવ્યું કે, હેડલીએ આ વાતનું સમર્થન કર્યું છે કે તે હાફિઝ સઇદથી પ્રભાવિત થઇને લશ્કરમાં જોડાયો હતો. તેણે કોર્ટને જણાવ્યું કે, 26-11 પહેલા પણ આતંકવાદી હુમલાનો પ્રયાસ કરાયો હતો. તેણે હુમલામાં લશ્કરની ભૂમિકાની વિસ્તૃત વિગતો આપી નથી. જોકે અદાલતે મુખ્ય ષડયંત્રકાર સૈયદ જબીબુદ્દીન અંસારી ઉર્ે અબુ જંદલ વિરૂધ્ધ કેસ ઘડ્યો છે.
First published: February 8, 2016, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading