અખિલેશના અભિમાનને તોડવા શિવપાલ યાદવ ખેલશે આઝમ કાર્ડ

Haresh Suthar | Pradesh18
Updated: January 9, 2017, 12:16 PM IST
અખિલેશના અભિમાનને તોડવા શિવપાલ યાદવ ખેલશે આઝમ કાર્ડ
સાયકલને લઇને ચૂંટણી પંચ પહોંચેલ સમાજવાદી પાર્ટીની ફાઇનલ રેસ વચ્ચે ચોંકાવનારી વિગતો એ સામે આવી રહી છે કે, મુખ્યમંત્રી અખિલેશ યાદવનું અભિમાન તોડવા માટે કાકા શિવપાલ યાદવ આઝમ કાર્ડ ખેલી શકે એમ છે. બે ભાગમાં વહેંચાઇ ગયેલી સમાજવાદી પાર્ટીમાં અખિલેશની સામે શિવપાલ યાદવ મુખ્યમંત્રી તરીકે આઝમખાનને ઉતારી શકે એમ છે.

  • Pradesh18
  • Last Updated: January 9, 2017, 12:16 PM IST
  • Share this:
નવી દિલ્હી #સાયકલને લઇને ચૂંટણી પંચ પહોંચેલ સમાજવાદી પાર્ટીની ફાઇનલ રેસ વચ્ચે ચોંકાવનારી વિગતો એ સામે આવી રહી છે કે, મુખ્યમંત્રી અખિલેશ યાદવનું અભિમાન તોડવા માટે કાકા શિવપાલ યાદવ આઝમ કાર્ડ ખેલી શકે એમ છે. બે ભાગમાં વહેંચાઇ ગયેલી સમાજવાદી પાર્ટીમાં અખિલેશની સામે શિવપાલ યાદવ મુખ્યમંત્રી તરીકે આઝમખાનને ઉતારી શકે એમ છે.

મુલાયમસિંહને સ્થાને રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયેલ અખિલેશ યાદવના અભિમાનને તોડવા માટે પિતા મુલાયમસિંહ અને કાકા શિવપાલ યાદવ જાણે મરણીયા બન્યા છે. રાજનીતિના પહેલવાન મુલાયમસિંહ યાદવ પોતાના પુત્રને માત આપવા માટે ચરખા દાવનો ઉપયોગ કરવા જઇ રહ્યા છે. સમાધાનની અનેક બેઠકો બાદ પણ કંઇ પરિણામ ન નીકળતાં બંને જુથ એકબીજાના કટ્ટર બન્યા છે. આ સંજોગોમાં શિવપાલ યાદવ અખિલેશની સામે મુસ્લિમ મતદારોને એક કરવા માટે આઝમને સીએમના ચહેરા તરીકે મેદાનમાં ઉતારી શકે એમ છે.

સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર મુલાયમસિંહે શિવપાલ યાદવ અને અમરસિંહ સાથે પણ આ અંગે વાત કરી છે. કહેવાઇ રહ્યું છે કે, અમર અને શિવપાલ બંનેએ પોતાની સંમતિ આપી છે.
First published: January 9, 2017, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading