કેવી રીતે થાય છે મ્યુકોરમાઈકોસિસની સારવાર? શું છે લક્ષણો? કેટલી ખર્ચાળ છે આ સારવાર? જુઓ - તમામ માહિતી

કેવી રીતે થાય છે મ્યુકોરમાઈકોસિસની સારવાર? શું છે લક્ષણો? કેટલી ખર્ચાળ છે આ સારવાર? જુઓ - તમામ માહિતી
મ્યુકોરમાઈકોસિસની તમામ માહિતી

જેમ બે ત્રણ દિવસ પડી રહેલી રોટલી પર ફુગ વળે છે તેવી જ રીતે શરીરના એક ભાગમાં ફંગશ વળે છે, આ ફંગશ ઈન્ફેકશન એટલે જ મ્યુકોરમાઈકોસીસ

 • Share this:
  હિમાંશુ મકવાણા, અમદાવાદ : રહેતા અલ્પેશભાઈ પટેલ 15 દિવસની કોરોનાની સારવાર બાદ ઘરે પરત ફર્યા હતા, કોરોનાને હરાવી ઘરે પાછા આવવાની ખુશી હતી, ઘરમાં પણ અનેરો આનંદ હતો, પણ આ આનંદ લાંબો સમય ન રહ્યો, હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાના છ એક દિવસ થયા હશે અને અલ્પેશભાઈ ઘરના લોકોને આંખની નીચે દુ:ખાવવાની ફરિયાદ કરી, હજુ તો આંખમાં દુ:ખાવો દૂર ન્હોતો થયો ત્યાં જ નાકમાં પણ દુ:ખાવવાની શરૂઆત થઈ ગઈ હતી, દુ:ખાવાથી કળ વળતી ન હોવાથી તેમણે તાત્કાલિક તેમના ફેમિલી ડોકટરનો સંપર્ક કર્યો હતો, ફેમિલી ડોકટરે પણ તેમના કેટલાક ટેસ્ટ કરાવ્યા બાદ તેના રિપોર્ટના આધારે અલ્પેશભાઈને મ્યુકરમાઈકોસીસ નામનો રોગ થયો હોવાની જાણ કરી, રોગની ગંભીરતા અને તેની સારવાર વિશે જાણી અલ્પેશભાઈ અને તેમના પરિવારના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવો અનુભવ થયો, હવે દરેકના મનમાં એક જ સવાલ હતો હવે શું, આ રોગનું નિદાન કેમ કરવું અને કેવી રીતે હેમખેમ બહાર આવવું, ફેમિલી ડોકટરે તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની અને સારવાર કરાવવાની સલાહ આપી, જયાં તેઓ આજે આ ભયંકર રોગની સારવાર લઈ રહ્યાં છે, જેમને હાલમાં રોજના છ ઈન્જેકશન આપવામાં આવી રહ્યાં છે, આખરે શું છે આ રોગ કેવી રીતે થાય છે અને કેવી તેની સારવાર છે તે પણ જાણવું જરૂરી છે. આ રોગ જે રીતે રાજયમાં પ્રવેસ્યો છે તે જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.

  સમગ્ર ગુજરાત 2021નો એપ્રિલ મહિનો કયારેય નહી ભૂલે, વર્ષ 2020થી ભારતમાં પ્રવેસેલા કોરોનાની ઘાતક અસર બરોબર એક વર્ષે ગુજરાતના લોકોએ અનુભવી, અનેક લોકો એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, ખાલી બેડ, ઓકિસજન બેડ, આઈ.સી.યુ. બેડ મેળવવાના પ્રયાસો ભટકી રહ્યાં હતા, એમ્બ્યુલન્સની સાયરનના અવાજથી લોકો ડરી રહ્યાં હતા, અનેક લોકોના નસીબમાં એમ્બ્યુલન્સ પણ ન્હોતી, એમ્બ્યુલન્સ માટે પણ ત્રણ-ચાર દિવસ સૂધી રાહ જોવી પડતી હતી એમ્બ્યુલન્સ કયારે આવશે તેની ચિંતા, હોસ્પિટલ મળશે કે નહી તેની ચિંતા, બેડ ખાલી મળશે કે નહી તેની ચિંતા, ઓકિસજન બેડ, આઈ.સી.યુ.બેડ મેળવવાની દોડધામ, સારવાર દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનના શાંતિથી અગ્નિસંસ્કાર કરવાની ચિંતા, અનેક ચિંતાઓ વચ્ચે એક રોગ કયારે ઘર કરી ગયો તેની કોઈ કલ્પના પણ ન કરી શકયું, મે મહિનાની શરૂઆતમાં જેમ જેમ કોરોનાની અસર ઓછી થતી ગઈ, દર્દીઓ ઘટતા ગયા, સારવાર બાદ વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચવા લગ્યા તે ગાળામાં આવી નવી આફત, આ નવી આફત એટલે જ મ્યુકરમાઈકોસીસ. આ કોઈ નવો રોગ નથી, રોગ જૂનો છે, પણ ઘાતક છે, તેનો ઈલાજ તો જ, પણ મોંઘો છે, સુરત અને રાજકોટમાં એક સાથે કેસ આવતા મ્યુકોરમાઈકોસીસ રોગની ચર્ચાઓ થવા લાગી છે. હાલમાં સુરત, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, વડોદરા જેવા શહેરોમાં વધી રહેલા કેસે ચિંતા વધારી દીધી છે.  મ્યુકોરમાઈકોસીસ રોગ કોને થાય છે?

  જેમ બે ત્રણ દિવસ પડી રહેલી રોટલી પર ફુગ વળે છે તેવી જ રીતે શરીરના એક ભાગમાં ફંગશ વળે છે, આ ફંગશ ઈન્ફેકશન એટલે જ મ્યુકોરમાઈકોસીસ, જેને બ્લેક ફંગશ પણ કહેવામાં આવે છે. કોરોનાની સારવાર દરમિયાન ઘણા દર્દીઓને સ્ટેરોઈડ આપવામાં આવે છે, તેમાં પણ ડાયાબિટિશ વાળા દર્દીઓ હોય, ઓછી ઈમ્યુનિટી ધરાવતા દર્દીઓ હોય તેમને આ રોગ થવાની સંભાવના વધુ રહે છે.

  મ્યુકોરમાઈકોસીસના લક્ષણો કયા છે?

  ગુજરાત ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો. દિલિપ માવલંકરના મતે આ રોગના જતુંઓ હવામાંથી વ્યકિતના નાકના પોલાણમાં પ્રવેશે અને ત્યાં ફેલાય છે, આગળ જતાં તે જડબાના ભાગમાં અને ત્યાંથી મગજ અને શરીરના અન્ય ભાગમાં પ્રવશે છે, શરૂઆતમાં આ રોગની ખબર પડતી નથી, પરંતુ બે-ત્રણ દિવસ બાદ દર્દીના નાકમાં દુ:ખાવો થાય છે, આંખની નીચેના ભાગમાં દુ:ખાવો થાય, દાંતના ઉપરના ભાગમાં દુ:ખાવો થતો હોય, નાકમાંથી પાણી અને લોહી નિકળવું, આંખો લાલ થવી કે આંખો પર સોજો આવે છે. જો આ પ્રકારના લક્ષણો કોઈ પણ વ્યકિતને દેખાય તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી જોઈએ, નહી તો આ રોગ આગળ જતાં જડબા અને ત્યાંથી મગજ અને ત્યાંથી શરીરના અન્ય ભાગમાં પહોંચી જાય છે, જો સમયસર સારવાર ન મળે તો આંખ કે જડબુ કાઢવું પડે તેવી ગંભીર પ્રકારની સર્જરી પણ કરવી પડે છે, અને ગંભીર કેસોમાં દર્દીની બચવાની શકયતાઓ પણ નહિવત થઈ જાય છે. ડો. દિલિપ માવલંકરના મતે આ રોગથી બચવા માટે બિનજરૂરી સ્ટેરોઈડના ઈન્જેકશનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, સ્ટેરોઈડના ઈન્જેકશન પણ ડોકટરની સલાહ મુજબ જ લેવા જોઈએ, ઉપરાંત ઓકિસજનને ભીનો કરવા માટે વાપરવામાં આવતા પાણીને પણ વારંવાર બદલવું જોઈએ, જેથી આ રોગને શરીરમાં પ્રવેશતો અટકાવી શકાય.

  મ્યુકોરમાઈકોસીસની સારવાર કેવી રીતે થાય છે?

  સુરતના શ્રુતી હોસ્પિટલના ડોકટર સૌમિત્ર શાહનું માનીએ તો મ્યુકરમાઈકોસીસની સારવાર માટે ઓછામાં ઓછો 14 દિવસનો કોર્સ હોય છે, આ રોગની સારવાર બે ભાગમાં કરવામાં આવે છે, જેમાં પહેલા ભાગમાં ઈન્જેકશન આપવામાં આવે છે, અને બીજા ભાગમાં સર્જરી કરવામાં આવે છે, જો કે આ રોગની સારવાર માટે સૌથી જરૂરી છે ઈન્જેકશન, હાલમાં માર્કેટમાં ઈન્જેકશનની ભારે અછત છે, અને સરકારે ઈન્જેકશનની વ્યવસ્થા ઝડપથી કરી લેવી જોઈએ તેવું તેમનું સ્પષ્ટ માનવું છે, કારણ કે હાલમાં મ્યુકરમાઈકોસીસના જે દર્દીઓ સામે આવ્યાં છે તેઓ માર્ચના અંતમાં અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોરોનાગ્રસ્ત થયા હતા તે દર્દીઓ છે, હજુ અન્ય દર્દીઓ પણ સામે આવે તેવી સંભાવના છે, માટે આ રોગની સારવાર માટે જરૂરી એમ્ફોટેરિસિન B નામના ઈન્જેકશનની અછતને દૂર કરવી જોઈએ, કારણે આ રોગની સારવારમાં દર્દીને રોજના ઓછામાં ઓછા 5-6થી ઈન્જેકશન 14થી 20 દિવસ સુધી આપવા પડે છે.

  મ્યુકોરમાઈકોસીસની સારવાર કેટલી ખર્ચાળ છે?

  બજારમાં 350 રૂપિયાથી લઈને 8 હજારની કિંમત સૂધીના અલગ અલગ કંપનીઓના ઈન્જેકશનની કિંમત 7800 રૂપિયા છે, હાલમાં બજારમાં એમ્ફોટેરિસિન B અને માયલન કંપનીના ઇન્જેકશનની વધારે અસરકારક માનવામાં આવે છે.

  દર્દીના વજન પ્રમાણે દવા અને ખર્ચ?

  મહત્વની વાત એ છે કે મ્યુકરમાઈકોસીસના દર્દીઓને તેમના વજન પ્રમાણે ઈન્જેકશન આપવામાં આવે છે. સિટી સ્કેનના રિપોર્ટ અને ડોકટરની સલાહ મુબજ દર્દીને ઈન્જેકશનના ડોઝ આપવામાં આવે છે, એક ઈન્જેકશન 50 ગ્રામનું હોય છે, અને દર્દીને તેના વજન પ્રમાણે પર KGએ 3 ગ્રામ ઈન્જેકશન અપવામાં આવે છે. દર્દીના વજન પ્રમાણે રોજનો 200થી 300 ગ્રામનો ડોઝ આપવામાં આવે છે, જો ડાયાબિટિક દર્દીનું વજન 100 કિલોની આસપાસ હોય તો તેને દિવસમાં 300 ગ્રામનો ડોઝ આપવામાં આવે છે, 50 ગ્રામના એક ઈન્જેકશન પ્રમાણે રોજના છ ઈન્જેકશન થયા, અને 14 દિવસના કોર્ષ પ્રમાણે 84 ઈન્જેકશન થાય, અને 84 ઈન્જેકશનની કિંમત ગણીએ 6, 55,200 ( છ લાખ 55 હજાર 200 રૂપિયા થાય ) ઈન્જેકશનની સંખ્યા વધી પણ શકે છે. આ તો માત્ર ઈન્જેકશનના ખર્ચની વાત છે, પણ અન્ય ખર્ચાઓ તેમાં ઉમેરીએ તો સામાન્ય વ્યકિતને આ રોગની સારવાર પરવડે તેમ નથી, માટે આ રોગની મૂળથી રોકવો જ રહ્યો.
  Published by:kiran mehta
  First published:May 13, 2021, 21:51 pm

  ટૉપ ન્યૂઝ