મુંબઇ# ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક 'એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે એવા સમયમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે, જ્યારે ટી-20 વર્લ્ડ કપ મેચ ચાલી રહી છે.
નીરજ પાંડે નિર્દેશિત આ ફિ્લ્મમાં ધોનીનો કિરદાર સુશાંત નિભાવી રહ્યાં છે. ફિલ્મના 48 સેકન્ડના ટીઝરમાં સુશાંત ભારતીય રેલવેના ટિકિટ કલેક્ટરના રૂપમાં નજર આવી રહ્યાં છે. સુશાંતે ટીઝરનું લિંક અપલોડ કરતા ટ્વીટર પર લખ્યું છે કે, અનટોલ્ડ સ્ટોરીનું સફર શરૂ થઇ ગયું છે. ટીઝર જોવો. આ ટીઝરમાં સુશાંતને ટિકિટ કલેક્ટરના રૂપમાં પોતાના વરિષ્ઠો દ્વારા નિર્દેશ લેતા સાંભળી શકાય છે.
સાથે જ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના નિર્દેશક રવિશાસ્ત્રીના વર્લ્ડ કપ 2011 ફાઇનલ મેચની કોમેન્ટ્રી પણ સાંભળી શકાય છે, જ્યારે ધોનીના નેતૃત્વમાં ભારતે બીજી વાર વર્લ્ડ કપમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં કિયારા આડવાણી, અનુપમ ખેર અને હેરી તાંગડી પણ છે. ફિલ્મ 'એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' બે સપ્ટેમ્બરે રિલીઝ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર