પોતાની બાયોપિક ફિલ્મનું ટ્રેલર ત્રણ શહેરોમાં લોન્ચ કરશે મહેન્દ્ર સિંહ ધોની

Parthesh Nair | IBN7
Updated: August 10, 2016, 5:12 PM IST
પોતાની બાયોપિક ફિલ્મનું ટ્રેલર ત્રણ શહેરોમાં લોન્ચ કરશે મહેન્દ્ર સિંહ ધોની
ડેક્કન ક્રોનિકલની રિપોર્ટ મુજબ ધોનીના મેનેજર અને નજીકના મિત્ર નીરજ પાંડે જણાવ્યું કે ધોનીને ફિલ્મોમાં હંમેશાની રસ હતો અને તે ફિલ્મોના શોખીન પણ હંમેશા રહ્યા છે.

ભારતના વન ડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની બાયોપિક 'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' ના ટ્રેલર ને ત્રણ શહેરોમાં લોન્ચ કરશે. આ ટ્રેલરને લોન્ચ કરવા માટે ધોની દિલ્હી, જલંધર અને મુંબઇનો પ્રવાસ કરશે.

  • IBN7
  • Last Updated: August 10, 2016, 5:12 PM IST
  • Share this:
મુંબઇ# ભારતના વન ડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની બાયોપિક 'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' ના ટ્રેલર ને ત્રણ શહેરોમાં લોન્ચ કરશે. આ ટ્રેલરને લોન્ચ કરવા માટે ધોની દિલ્હી, જલંધર અને મુંબઇનો પ્રવાસ કરશે. આ ફિલ્મમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ધોનીનો કિરદાર નિભાવતા નજર આવશે.

ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મના ટ્રેલરના લોન્ચને લઇને આ ત્રણેય શહેરોમાં આયોજન સ્થળો પર અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે. ફિલ્મના નિર્દેશક નીરજ પાંડે એ એક નિવેદનમાં કહ્યું છે કે, સમગ્ર દેશમાં ધોની ઘણા લોકપ્રિય છે. તેમના ચાહકોની સંખ્યા ઘણી વધુ છે અને તેમની બાયોપિક ને શહેરોમાં આનાથી શ્રેષ્ઠ રૂપથી લોન્ચ ન કરી શકાય. પાંડે એ કહ્યું કે, અમે 'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' નું ટ્રેલર દિલ્હી, મુંબઈ અને જલંધરમાં બે દિવસની અંદર લોન્ચ કરીશું.

અરૂણ પાંડે અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા નિર્મિત ફિલ્મને 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. સુશાંતે ધોનીના કિરદારને નિભાવવા માટે ઘણી મહેનત કરી છે અને આ માટે ઘણી ટ્રેનિંગ પણ લીધી છે. આ ફિલ્મમાં સુશાંત ઉપરાંત અનુપમ ખેર, ભૂમિકા ચાવલા, કિયારા આડવાણી, હેરી ટાંગરી અને દિશા પટાની પણ નજર આવશે.
First published: August 10, 2016, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading