Home /News /madhya-gujarat /અમીર દલિતોએ અનામતનો ત્યાગ કરવો જોઇએ : ચિરાગ પાસવાન

અમીર દલિતોએ અનામતનો ત્યાગ કરવો જોઇએ : ચિરાગ પાસવાન

કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર અને જમુઇ ક્ષેત્રના સાંસદ ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે, જે રીતે અમીર લોકો ગેસ સબસિડીનું ત્યાગ કરી રહ્યાં છે, તેવી જ રીતે અમીર દલિતોએ અનામતનો ત્યાગ કરવો જોઇએ.

કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર અને જમુઇ ક્ષેત્રના સાંસદ ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે, જે રીતે અમીર લોકો ગેસ સબસિડીનું ત્યાગ કરી રહ્યાં છે, તેવી જ રીતે અમીર દલિતોએ અનામતનો ત્યાગ કરવો જોઇએ.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી# કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર અને જમુઇ ક્ષેત્રના સાંસદ ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે, જે રીતે અમીર લોકો ગેસ સબસિડીનો ત્યાગ કરી રહ્યાં છે, તેવી જ રીતે અમીર દલિતોએ અનામતનો ત્યાગ કરવો જોઇએ.

અંગ્રેજી અખબાર TOI સાથેની વાતચીતમાં ચિરાગે કહ્યું કે, 'હું સમાજને કોઇપણ પ્રકારના જ્ઞાતિવાદથી વંચિત જોવા ઇચ્છું છુ. ચિરાગે કહ્યું કે, અનામત છોડવાનો નિર્ણય સ્વેચ્છાએ  હોવો જોઇએ ન કે બળજબરીપૂર્વક. આવું થવાથી જરૂરિયાતમંદોને અનામતનો લાભ મળી શકે.'

ચિરાગે કહ્યું કે, તેઓ બિહાર માંથી આવે છે. જ્યાં જ્ઞાતિવાદ સમીકરણ હાવી રહે છે. પાસવાને કહ્યું કે, જ્ઞાતિથી મુક્ત સમાજનું સપનું પૂરૂ કરવા માટે બિહાર અને યૂપી મોટી ભૂમિકા નિભાવી શકે છે.

તો જ્યારે ચિરાગને પુછવામાં આવ્યું કે, યૂપી અને પંજાબમાં ઓબીસી અને દલિત નેતાઓને અધ્યક્ષ બનાવીને શું બીજેપી જ્ઞાતિનું રાજકારણ કરી રહી છે? તો આ અંગે ચિરાગનું કહેવું હતુ કે, સારી વાત છે કે, બીજેપી તમામ વર્ગોને સાથે લઇને ચાલી રહી છે અને પ્રતિભાશાળી નેતાઓને આગળ લાવી રહી છે.

તો આ તરફ યૂપીના પૂર્વ CM માયાવતી પર નિશાન સાધતા ચિરાગે કહ્યું કે, તેણીનું શાસન પ્રદેશમાં 5 વર્ષ સુધી હતુ, તેણીએ ઇચ્છ્યું હોત તો, દલિતોને આગળ લાવી શક્યા હોત, પરંતુ તેણીએ કશું ન કર્યું.
First published:

Tags: અનામત, દલિત સમાજ, નિવેદન, સાંસદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन