Home /News /madhya-gujarat /

D Mart મોલના બિલને ઘટાડવાનું માતા-પુત્રનું કાવતરું જાણીને તમે પણ ચોંકી જશો, અમદાવાદની ઘટના

D Mart મોલના બિલને ઘટાડવાનું માતા-પુત્રનું કાવતરું જાણીને તમે પણ ચોંકી જશો, અમદાવાદની ઘટના

માતા ખરીદી કરવા આવી ત્યારે વસ્તુઓ વધારે લીધી હતી

Ahmedabad fraud: વધુ વસ્તુઓ ખરીદી બિલ ઓછું બનાવ્યું અને અમુક વસ્તુઓ સ્કેન ન કરી, સીસીટીવી જોતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક માતા પુત્ર સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પુત્ર એક મોલમાં નોકરી કરતો હતો. આ દરમિયાન તેની માતા ખરીદી કરવા આવી હતી. માતાએ જે વસ્તુઓ ખરીદી તેને સ્કેન ન કરી અમુક જ વસ્તુઓનું ઓછું બિલ બનાવી ચોરીનું કાવતરું પુત્રએ આચર્યું હતું. આ અંગે તપાસમાં ઘટનાની જાણ થતાં સીસીટીવી તપાસવામાં આવ્યા હતાં. જેમાં આશરે 13 હજારની વસ્તુઓનું બીલ ન બનાવી સ્કેન કર્યા વગર માતાને આપી દીધી હોવાનું સામે આવતા નિકોલ પોલીસસ્ટેશન માં આ અંગે માતા પુત્ર સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઇસનપુરમાં રહેતા મૌલિકભાઈ શાહ નિકોલ ડી માર્ટ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવે છે. ત્યાં જ સિક્યોરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનાર રાહુલ ભાઈએ તેઓને વાકેફ કર્યા કે, તેમના મોલમાં કોઈ ઘટના બની હોઈ શકે છે. પાંચ માસથી કેસ કલેક્શનમાં કામ કરતા આકાશ રાજપૂતે કોઈ કૌભાંડ કર્યું હોવાની શંકા સેવી હતી. આ આકાશની માતા ખરીદી કરવા આવી ત્યારે વસ્તુઓ વધારે લીધી હતી જેની સામે બિલ ઓછું બન્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ: અવાજ આવતા જ તસ્કરો ભાગ્યા, એક ચોર દુકાનમાં જ ફસાયો, દુકાનદારે ઝડપી પાડ્યો

જેની ખરાઈ કરતા આરોપી આકાશની માતાએ અનેક વસ્તુ લીધી હતી અને આશરે 13 હજારની વસ્તુનું બીલમાં ઉલ્લેખ નહોતો એટલે તે બને માતા પુત્રએ ઠગાઈ કરી હોવાની શંકા ગઈ હતી. બાદમાં સીસીટીવી ફૂટેજ જોતા આરોપી આકાશે અમુક વસ્તુઓ સ્કેન કર્યા વગર જ માલ તેની માતાને આપ્યો હોવાનું સામે આવ્યું હતું.

જેથી બને સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ હતી. આરોપી આકાશ ની માતાએ કાજુ, કેચઅપ, ચવાણું, બ્રેડ, બદામ, શર્ટ, તેલ, શેમ્પુ જેવી અનેક વસ્તુઓની ખરીદી કરી હતી. જેમાં આટલી બધી વસ્તુઓ ઓછી બતાવી બિલ ઓછું બનાવી વસ્તુઓની ચોરી કરી હોવાનું ખુલતા માતા પુત્ર સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, છેતરપિંડી

આગામી સમાચાર