Covid-19 : PM મોદીના માતા હીરાબાએ અંગત બચતમાંથી 25 હજાર PM CARES ફંડમાં આપ્યા

News18 Gujarati
Updated: March 31, 2020, 7:29 PM IST
Covid-19 : PM મોદીના માતા હીરાબાએ અંગત બચતમાંથી 25 હજાર PM CARES ફંડમાં આપ્યા
વડાપ્રધાન મોદી અને હીરાબાની ફાઇલ તસવીર

દેશમાંથી આવી રહેલા લાકો કરોડોના દાન વચ્ચે વડાપ્રધાનના બાએ પણ યોગદાન આપ્યું

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના માતા હીરાબાએ (Hiraba Modi)એ પીએમ મોદીએ જાહેર કરેલા કોરોના ફંડ PM Cares Fundમાં અંગત બચતમાંથી 25000 રૂપિયાનું દાન કર્યુ છે. દેશમાંથી આવી રહેલા લાકો કરોડોના દાન વચ્ચે વડાપ્રધાનના બાએ પણ યોગદાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે હીરાબાએ વાર તહેવારે વડાપ્રધાન દીકારના તમામ કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સામાન્ય વ્યક્તિ જેવું જીવન વિતાવતા હીરાબા દેશના અનેક લોકો માટે સન્માનીય વ્યક્તિ બન્યા છે અને આદર્શ તરીકે ઉભર્યા છે ત્યારે તેમનું આ યોગદાન દેશમાં ચોમેરથી પ્રસંશા મેળવી રહ્યું છે.

હીરાબાએ કાશ્મીર પૂર વખતે પણ દાન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન તરીકે દેશની ધૂરા સંભાળતાની સાથે જ નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીમાં સ્થાયી થયા હતા. દરમિયાન થોડા વર્ષો પહેલાં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિનાશક પૂર આવ્યું ત્યારે સરાકેર મરીન કમાન્ડો ઉતારી દીધા હતા. એ સમયે ,ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીના હાથમાં હીરાબાએ પોતાની અંગત બચતમાંથી પૈસા આપ્યા હતા અને દેશને ગદગદ કરી દીધો હતો.

આ પણ વાંચો :  Coronavirus : WHOની એશિયાના દેશોને મોટી ચેતવણી, 'મોટાપાયે તૈયારી કરો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 24 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે 21 દિવસના કુલ લોકડાઉનની જાહેરાત કરી હતી. . જેના પછી તેમણે કોરોના વાયરસથી પ્રભાવિત ગરીબ અને મજૂર વર્ગના લોકોની સહાય માટે પીએમ કેર નામનું ફંડ પણ શરૂ કર્યું.આ પણ વાંચો : PM CARES Fundમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 500 કરોડ આપવાની જાહેરાત, બે રાજ્યને 5-5 કરોડની સહાયતા

જેમાં દેશભરના લોકોએ મોટા પ્રમાણમાં દાન આપ્યું છે. આ ભંડોળમાં આવનાકા દાનનો ઉપયોગ ખોરાક, આરોગ્ય સેવાઓ અને ગરીબ અને જરૂરીયાતમંદો માટે આવશ્યક સુવિધાઓ માટે કરવામાં આવશે. વડા પ્રધાને ખુદે લોકોને આ ફંડમાં દાન આપવા અપીલ કરી છે.
First published: March 31, 2020, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading