Home /News /madhya-gujarat /અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

પ્રેમને પામવા માતાએ પુત્રની કરી હત્યા

wife love affair in Ahmedabad: માતા 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં ગઇ હતી. જ્યાં અંગત પળો માણવામાં બાળક ખટકતો હોવાથી દૂધમાં ઝેર ભેળવીને સગી માતા અને તેનાં પ્રેમીએ બાળકને દૂધ પીવડાવી દીધું હતું.

અમદાવાદ: અમદાવાદશહેરમાં એક સગી માતાએ પ્રેમીને પામવા માટે દીકરાની હત્યા (mother killed son for love) કરી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માતા 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં (Guest house to meet the lover) ગઇ હતી. જ્યાં અંગત પળો માણવામાં બાળક ખટકતો હોવાથી દૂધમાં ઝેર ભેળવીને (Mixing toxins in milk) સગી માતા અને તેનાં પ્રેમીએ બાળકને દૂધ પીવડાવી દીધું હતું. ત્યાર બાદ બાળકને ઘરે લાવી સુવડાવવાનું નાટક માતાએ કર્યું હતું.

પણ દાદા જ્યારે બાળકને રમાડવા ગયા ત્યારે તે બેભાન હોવાથી હોસ્પિટલમાં (hospital) દાખલ કરાયો હતો. પરંતુ આ અનૈતિક સબંધ (extra marital affair) માટે રચાયેલા કાવતરમાં માસૂમ યુવી નામના બાળકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બાબતમાં બાળકની માતાની પૂછપરછ કરતા તેણે સમગ્ર કાવતરાની જાણ કરી હતી. આખરે પિતાએ પોતાના બાળકની હત્યા માટે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં (shaher kotada police station) પત્ની અને તેમાં પ્રેમી સામે ગુનો નોંધાવતા (complaint agains wife and boyfriend)  પોલીસેતપાસ શરૂ કરી છે.

નરોડા રોડ પર રહેતા અજય મગાભાઇ પરમાર મૂળ પાલનપુરના વગદા ગામના છે. તે સાળંગપુર ખાતે આવેલ આર.એમ.ડી કોમ્પલેક્ષમાં લેંગીસ સીવવાનું કામ કરે છે. તેમના લગ્ન આશરે તેરેક વર્ષ પહેલા પશાભાઇ સોલંકી કે જે ગામ ભાગળ તા-પાલનપુર જી-બનાસકાંઠા રહેતા હતા તેઓની દિકરી જયોતીબેન સાથે સાથે થયા હતા. તેમની પત્ની જયોતીબેન તેના મામા દેવજીભાઇ તળશીભાઇ સોલંકીના ત્યાં રહેતી હતી. લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં એક દિકરો નામે યુવીનો વર્ષ 2018માં જન્મ થયો હતો. લગ્ન થયા બાદ અજયભાઈ પત્ની જયોતી સાથે છેલ્લા છ વર્ષથી રતીલાલની ચાલી ખાતે રહેતા હતા.

આજથી દોઢેક વર્ષ પહેલા તેઓની પત્નીને તેના મામાના ગામ ઢેલાણા ખાતે જવાનું હોય તેઓ તેને કાલુપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસાડી હતી. અને ત્યારબાદ તે તેના મામાના ઘરે ઢેલાણા ખાતે ગઈ અને ત્યાં એક દિવસ રોકાઇને જયોતી મુળગામ વગદા ખાતે જવા નીકળી પણ મોડીરાત સુધી ના પહોચતા અજયભાઈ ના પિતાનો ફોન આવ્યો અને જણાવ્યું કે, જયોતી તેના મામાના ઘરેથી નીકળી છે પરંતુ હજુસુધી ઘરે આવેલ નથી.

જેથી અજય ભાઈએ  સગા-સબંધીઓને પત્ની બાબતે પુછ પરછ કરતા તેની કોઇ હકીકત જાણવા મળી નહોતી અને બિજા દિવસે સવારના સાત વાગ્યે જ્યોતિ સાસરે પહોંચી હતી. બાદમાં અજય ભાઈએ  પત્ની જયોતીને પુછ પરછ કરતા તેણે જણાવ્યું કે રાત્રી સમય દરમ્યાન ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતભાઇ પરમાર કે જે મીઠીવાવડી, પાલનપુર ખાતે રહે છે તેની સાથે હતી અને તે સમયે અજયને જાણવા મળ્યું કે, તેની પત્નીને આ ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતભાઇ પરમાર સાથે આડા સબંધ છે. પરંતુ જે તે સમયે તેની પત્નીએ તેની ભુલ સ્વીકારી અને સમાજમાં બદનામી ના થાય તે સારુ આ બાબતેની ચર્ચા કયાંય કરી નહોતી.

આ બનાવ બન્યાના ત્રણેક મહીના પછી જયોતીને આ ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભરતભાઇ પરમાર સાથે સંપર્ક હોવાનો અજયભાઈ ને શક જતા તેને ઠપકો આપતા તે દિકરા યુવીને ઘરે મુકીને તેના મામાના ઘરે ઢેલણા ખાતે જતી રહી હતી અને પંદરેક દિવસ રોકાઇને પરત આવી અને ત્યારબાદ સમાધાન થયું હતું. તાજેતરમાં અજયભાઈ ના પિતા એકાદ માસથી ઘરે આવી તેઓની સાથે રહેતા હતા અને દિકરા યુવીને ગઈ તા.5મી ઓગસ્ટના રોજ સામાન્ય તાવ આવતા ડો. ભાવેશને ત્યાં પત્ની જયોતી દિકરાને સારવાર માટે લઈ ગઈ અને તેને સારુ પણ થઈ ગયું હતું.

બિજા દિવસે અજય નોકરીએ ગયો હતો અને પત્ની જ્યોતીબેન દિકરાને સિવીલ હોસ્પિટલ યુવીને બતાવવા લઈ જવુ છુ તેવું તેના સસરા ને જણાવીને ગઈ હતી. સાંજે ચારેક વાગ્યાની આસપાસ તે પરત આવી અને દિકરા યુવીને ઘરે સુવડાવ્યો હતો. જેથી અજયભાઈ ના પિતાએ યુવીને હાલચાલ પુછતા તે કંઈ બોલતો નહોતો અને તે મુર્છીત હાલતમાં હતો. જેથી યુવીને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં આઇ.સી.યુ વોર્ડમાં રાખ્યો હતો.

ત્યાર પછી અજયને પત્નીનો ફોન આવ્યો હતો. અજયભાઈ તેમના શેઠ સાથે શારદાબેન હોસ્પિટ્લ ખાતે આવ્યા ત્યાં દીકરો બેભાન અવસ્થામાં હતો. ગત તા.8મીએ તેઓના દિકરાને ડોકટરે મરણ જાહેર કરેલ અને દિકરાનું મૃત્યુ ઝેરના લીધે થયેલ છે તેવુ મૌખીક જણાવ્યું હતુ.

ત્યારબાદ તેઓએ સબંધીઓને બોલાવી દિકરાની અંતિમવિધી મુળવતન વગદા ખાતે કરી હતી. ત્યારબાદ અજયભાઈના બનેવી મુકેશભાઇના મોબાઇલ ફોન ઉપર દિકરા યુવીનો રીપોર્ટ આવતા જે બાબતે ખરાઇ કરાવતા તેમા પોઇઝન પીવાના કારણે દિકરો મરણ ગયેલાની હકીકત જાણવા મળતા તમામ લોકોને યુવીની માતા પર શક થયો હતો.

પત્ની જ્યોતીને આ બાબતે વિશ્વાસમાં લઈ પુછ પરછ કરતા તેને જણાવેલ કે, ગઈ તા.6 ના રોજ તેને પ્રેમી ભરત પરમારનો ફોન આવ્યો અને યુવી સાથે મળવા માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે બોલાવતા ત્યાં યુવી સાથે ગઈ હતી. ત્યારબાદ નાગેશ્વર ગેસ્ટહાઉસમાં ગયેલા અને ત્યાં રૂમ નં.12માં રોકાયેલા અને અંગત પળો માણતા હતા .
" isDesktop="true" id="1123874" >

બન્ને જણા જયારે જયારે મળે ત્યારે દિકરો યુવી તેના તથા પ્રેમી ભુપેન્દ્ર ઉર્ફે ભરત વચ્ચેના સબંધમાં નડતર રૂપ થતો હતો. જેથી દિકરા યુવી નડતર ના થાય અને બને એક બીજાને છુટથી મળી શકે તે માટે દિકરા યુવીને હટાવી  દેવાના ઇરાદા સાથે ભુપેન્દ્ર ઉર્ફે ભરત  સાથે યોજના બનાવી હતી.

આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

ગેસ્ટ હાઉસમાં માતા તેના પ્રેમી સાથે રંગરલીયા માનવતી હતી ત્યારે બાળક સતત તેમને ખટકી રહ્યો હતો. જે માટે પ્રેમીએ પહેલાથી લાવેલું ઝેર દૂધમાં નાખી દીધું અને બાળકને બિસ્કિટ સાથે આપ્યું હતું. આ દૂધ પીધા બાદ બાળક બેભાન થઈ ગયું પણ કપલ અંગત પળ માણી રહ્યું હતું.

આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

ત્યાર બાદ બાળકને બેભાન હાલતમાં લઈને માતા ઘરે ગઈ અને સુવડાવવાનું નાટક કર્યું હતું.પણ દાદા બાળકને રમાડવા ગયા અને બાળક ન હલ્યુ તેથી તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં બાળકનું મોત થયું હતું. સમગ્ર બાબતને લઈને શહેરકોટડા પોલીસે 302 મુજબ ગુનો નોંધી બનેની અટકાયત કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Love affair

विज्ञापन
विज्ञापन