ટ્રમ્પ-મોદીની મુલાકાતને યાદગાર બનાવવા મોટેરાવાસીમાં થનગનાટ

News18 Gujarati
Updated: February 21, 2020, 11:16 AM IST
ટ્રમ્પ-મોદીની મુલાકાતને યાદગાર બનાવવા મોટેરાવાસીમાં થનગનાટ
મોટેરામાં ઠેરઠેર લાઇટિંગ કરવામાં આવી.

ટ્રમ્પ અને મોદીની મુલાકાતને પગલે મોટેરા વિસ્તારની રોનક બદલાઇ, રહેવાસીઓમાં ખુશીનો માહોલ.

  • Share this:
અમદાવાદ : ટ્રમ્પ અને મોદીની મુલાકાત લઇ સમગ્ર અમદાવાદીઓમાં એક જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને મોટેરા વિસ્તારના રહેવાસીઓમાં માટે દિવાળીનો જેવો માહોલ લાગી રહ્યો છે. વિશ્વના મોટા નેતા આપણા આંગણે મહેમાન બનવાના હોય ત્યારે ઉત્સાહ કેમ ન હોય? આવી જ લાગણી મોટેરાના રહેવાસીઓ અનુભવી રહ્યા છે. ટ્રમ્પ અને વડાપ્રધાનની મુલાકાતને પગલે આખા મોટેર વિસ્તારની સૂરત જ બદલાઈ ગઈ છે. નવા રોડ, પાર્કિગ પ્લોટ, લાઇટોથી સજ્જ મોટેરા વિસ્તાર આજે શહેરનો અવલ્લ વિસ્તાર બની ગયો છે.

સાબરમતી વોર્ડના કાઉન્સિલર ચેતન પટેલે કહ્યુ હતુ કે, જ્યારે બે મહાસત્તાના નેતાઓ અમારા વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે અમારા માટે કદાચ આ દિવાળી કરતા પણ વધુ આનંદદાયક પ્રસંગ છે. અમદાવાદીઓ હંમેશા કંઇક નવું કરવા માટે ટેવાયેલા છે. અમદાવાદીઓમાં મહેમાનને આવકારનો જબદરસ્ત ઉત્સાહ રહ્યો છે. આ વખતે અહીં જેવો થનગનાટ જોવા મળી રહ્યો છે તેવો પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અમે આ પ્રવાસને યાદગાર બનાવવા માટે તલપાપડ છીએ. સ્થાનિકો મોદી અને ટ્રમ્પ એટલું ભવ્ય સ્વાગત કરશે કે બંને નેતાઓ માટે આ યાદગાર મુલાકાત બની જશે. એક સમયે મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી અહીં અવરજવરમાં ખૂબ સમસ્યા આવતી હતી. પરંતુ છેલ્લા એક મહિનામાં મોટેરા વિસ્તારની સુરત જ કંઇક અલગ થઇ છે. એક સમયે આ ઝૂંપડપટ્ટી અને શ્રમજીવી વિસ્તાર ગણાતો હતો, આજે સમૃદ્ધ વિસ્તારની ઓળખ મેળવી ચુક્યો છે.સ્થાનિકોએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોદી સાહેબ ગુજરાતનું ગૌરવ છે, તેમણે આપણું માથું ફરી એકવાર ઊંચું કર્યું છે. ટ્રમ્પ અને મોદી મુલાકાત સમયે અહીંના તમામ લોકો સ્વૈછિક દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખશે. ખરેખર મોટેરા વિસ્તારની ખૂબ સુરતીમાં ચાર ચાંદ લાગી ગયા છે.
First published: February 21, 2020, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading