કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ બીજી પત્નીને મળવા અમદાવાદ આવ્યો હતો

News18 Gujarati
Updated: September 23, 2019, 6:27 PM IST
કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ બીજી પત્નીને મળવા અમદાવાદ આવ્યો હતો
આતંકી અબ્દુલ વહાબની તસવીર

વર્ષ 2003માં ક્રાઈમ બ્રાંચે જેહાદી ષડયંત્રનો માટે કુલ 99 લોકો સામે ગુનો દાખલ થયો હતો અને જેમાં 64 લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે 35 આરોપીઓ હાલ પણ વૉન્ટેડ છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ 16 વર્ષથી જેહાદી ષડયંત્રના કેસમાં વૉન્ટેડ (wanted)આંતકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબની (Yusuf Abdul Wahab)એરપોર્ટથી (Airport) ધરપકડ કરવામાં આવી છે..પોતાની બીજી પત્નીને મળવા આવતા ક્રાઈમ બ્રાંચ (crime branch) અને એટીએસે (ATS)ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે આંતકીએ જેહાદી ષડયંત્રમાં ફંડિંગ આપવાનું કામ કર્યું હતું. અને આઈએસઆઈ, લશ્કરે-એ- તૌયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આંતકી સંગઠનો સાથે સંપર્કમાં હતો.

વર્ષ 2003માં ક્રાઈમ બ્રાંચે જેહાદી ષડયંત્રનો માટે કુલ 99 લોકો સામે ગુનો દાખલ થયો હતો અને જેમાં 64 લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે 35 આરોપીઓ હાલ પણ વૉન્ટેડ છે. આરોપી યુસુફ અબ્દુલ વહાબ 1999થી સાઉદીમાં રહેતો હતો અને ત્યાં પહેલા સિલાઈનુ કામ કરતો હતો. ત્યાર બાદ ગારમેન્ટસના ધંધા સાથે જોડાયેલો હતો. વર્ષ 2002માં કોમી તોફાન (2002Riot)બાદ આરોપી સહિત અનેક લોકોએ મિટિંગ કરી બદલો લેવા આયોજન કર્યું હતું અને જેમાં મુફ્તી સુફિયાન,રસુલ પાર્ટી, દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ જેવા વૉન્ટેડ આરોપીઓ સામે હતા. અને જેમાં આરોપી યુસુફ અબ્દુલ વહાબ ફંડિંગની જવાબદારી લીધી હતી.

ક્રાઈમ બ્રાંચના acp bv ગોહિલનું કેહવું છે કે આરોપી અબ્દુલ વહાબ પોતાના ભાઈ અબ્દુલ માજીદ સાથે મળી અબ્દુલ લતીફ ગુલામ અલી પટેલના મારફતે ત્રણ વાર ફંડિગ કર્યુ હતું. પોલીસનું કહેવું છે કે આતંકીએ સાઉદીથી પટેલ આંગડિયા પેઢી મારફતે આ રુપિયા મોલક્યા હતા અને જેતે સમય ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદ એરપોર્ટ પરથી કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો

મળતી માહિતી પ્રમાણે આરોપી જેતે સમય આઈએસઆઈ (ISI) અને અન્ય આંતકી સંગઠનો સાથે પણ સંપર્કમાં હતો. પોલીસએ પણ તપાસ કરી રહી છે કે હરેન પંડ્યા કેસમાં અને અન્ય બે નેતાઓની હત્યાની કોશિશમાં આરોપીએ ફંડિંગ આપ્યું હતું કે કેમ સવાલ એ ઊભો થાય છે કે આતંકી યુસુફ અબ્દુલ વહાબ હાલ પણ આંતકી સંગઠન સાથે સંપર્કમાં છે. સવાલ એ પણ છે કે દાઉદ ઈબ્રાહિમ પણ યુસુફ અબ્દુલ વહાબ સાથે સંપર્કમાં છે કે કેમ અને આરોપીએ કેટલા રુપિયા મોકલી આપ્યા હતા તે તમામ સવાલોના જવાબ મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
First published: September 23, 2019
વધુ વાંચો
अगली ख़बर