જાણો ગુજરાતનાં કયા જિલ્લામાં 'બાળલગ્નો' સૌથી વધુ થાય છે

News18 Gujarati
Updated: September 11, 2019, 9:40 AM IST
જાણો ગુજરાતનાં કયા જિલ્લામાં 'બાળલગ્નો' સૌથી વધુ થાય છે
પ્રતિકાત્મક તસવીર

આપણે ગુજરાતને મોડલ રાજ્ય બનાવવા માંગીએ છીએ ત્યારે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આપણે ગુજરાતને મોડલ રાજ્ય બનાવવા માંગીએ છીએ ત્યારે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજ્યમાં 100માંથી 51 બાળ લગ્નો માત્ર ગાંધીનગરમાં જ થાય છે. ગઇકાલે મંગળવારે ગોપાલક વિકાસ નિગમનાં સહાય વિતરણ કાર્યક્રમમાં આરંભે સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે, પછાત વર્ગની જ્ઞાતિઓમાં આ દુષણ મોટી સમસ્યા છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં આ દુષણ 35 ટકા છે.

આ પણ વાંચો : રાજસ્થાની યુવતીને બાળલગ્ન માન્ય નથી, અમદાવાદી યુવકને રહેવું છે સાથે

પછાત વર્ગોની જ્ઞાતિઓમાં રૂઢિગત કુરિવાજોથી સર્વાંગી સમાજને થઇ રહેલા નુકશાન અંગેની જાણકારી આપતા સમાજ કલ્યાણ અધિકારી એચ.એન.નાચિયાએ પોતાના વ્યક્તવ્યમાં જ રાજ્યમાં સૌથી વધુ બાળ લગ્નો એકલા ગાંધીનગર જિલ્લામાં થઈ રહ્યાનો એકરાર કર્યો હતો. આ સરકારી અધિકારીનાં નિવેદનને ઘેંટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડે નકાર્યું હતું. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હું અધિકારીની વાત સાથે સહેમત નથી. રબારી માલધારી સમાજ કેટલાક વર્ષોથી ઘણાં બધા કુરિવાજોમાંથી બહાર આવ્યો છે. જેથી બાળ લગ્નો વધારે પ્રમાણમાં થાય છે. સમાજ કલ્યાણ અધિકારીએ બાળ વિવાહનાં દુષણથી સમાડને મુક્ત કરવામા સામાજિક આગેવાનનો તથા ધર્મગુરૂઓને આગળ આવવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો : બાળ લગ્નો રોકવા માટે આ નંબર પર જાણ કરો; બાળકોની જિંદગી બચાવો

મે મહિનામાં આવેલા એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે બાળલગ્નોમાં પાટણ જિલ્લો દેશમાં પાંચમા ક્રમે છે. નોંધનીય છે કે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના (એનસીઆરબી) આંકડાઓ પર નજર દોડાવીએ તો છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં બાળલગ્નોની થતી ફરિયાદના આંકમાં જ 21 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી છે. આ તો વાત થઈ નોંધાયેલી ફરિયાદોની, જ્યારે હકીકતમાં દર વર્ષે ગુજરાતમાં હજારો બાળલગ્નો થાય છે જેની નોંધ સુદ્ધાં લેવાતી નથી. જ્યારે સૌથી વધુ બાળલગ્નોની બાબતમાં ગુજરાતનો પાટણ જિલ્લો દેશમાં પાંચમાં ક્રમે છે જ્યાં બાળલગ્નોનું પ્રમાણ 54.2 ટકા જેટલું ઊંચુ છે.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर