અમદાવાદમાં રોગચાળાનો ભરડો : 33 હજારથી વધુ લોકોના લોહીના નમૂનાઓની તપાસ

News18 Gujarati
Updated: November 13, 2019, 7:40 AM IST
અમદાવાદમાં રોગચાળાનો ભરડો : 33 હજારથી વધુ લોકોના લોહીના નમૂનાઓની તપાસ
ઝાડા-ઉલ્ટી અને કમળાના રોગને પગલે 480 જગ્યાએથી પાણીના નમૂના લેવાયા, શહેરમાં રોગચાળાનો આંક માત્ર 9 દિવસમાં 700ને પાર.

ઝાડા-ઉલ્ટી અને કમળાના રોગને પગલે 480 જગ્યાએથી પાણીના નમૂના લેવાયા, શહેરમાં રોગચાળાનો આંક માત્ર 9 દિવસમાં 700ને પાર.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : શહેરમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના કહેરને પગલે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ડેન્ગ્યૂ મેલેરિયા, ઝાડા-ઉલ્ટી અને કમળાના રોગચાળાને ડામવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લોહીના નમૂનાની તપાસ અને પાણીના નમૂનાઓની તપાસની કવાયત શરુ કરી છે. જે અંતર્ગત આરોગ્ય તંત્ર દ્વારા શહેરના 33 હજારથી વધુ લોકોના લોહીના નમૂનાઓની તપાસ કરી છે. જ્યારે પાણીજન્ય રોગચાળાને જોતા 480 જગ્યાએથી પાણીના નમૂના લઈ તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે.

શહેરમાં ડેન્ગ્યૂ મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવા છતાં રોગચાળો કાબૂમાં નથી આવી રહ્યો. શહરેમાં નવેમ્બર માસની શરુઆતમાં જ એટલે કે માત્ર 9 દિવસમાં જ રોગચાળાનો આંક 700ને પાર પહોંચી ગયો છે. જેમાં ડેન્ગ્યૂ મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાનો આંક 404 અને ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગચાળાનો
આંક 323 પહોંચી ગયો છે.

મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે એએમસીના આરોગ્ય અધિકારીઓએ લોહીની તપાસ અને સીરમ સેમ્પલના તપાસની કવાયત હાથ ધરી છે. જેમાં ગત વર્ષે નવેમ્બર માસમાં 1 લાખ 23 હજાર 989 લોકોનાં લોહીના નમૂનાઓની તપાસ કરાઈ હતી, જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર 9, 2019 સુધીમાં 33 હજાર 102 લોકોના લોહીના નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. નવેમ્બર, 2018 દરમિયાન 3 હજાર 320 સીરમ સેમ્પલની તપાસ કરાઈ હતી, જ્યારે 9 નવેમ્બર, 2019 સુધીમાં 1 હજાર 289 સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

પાણીજન્ય રોગચાળોને ડામવા માટે પાણીના નમૂનાઓને લઈને લેબોરેટરી તપાસની કામગીરી પણ કરાઈ છે. જેમાં 480 જગ્યાએથી પાણીના નમૂનાઓ લઈ પાણીમાં બેક્ટેરીયાનું પ્રમાણ કેટલું છે તે તપાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે આ નમૂનાઓની તપાસ કરવામાં આવતા 10 જગ્યાએથી લીધેલા પાણીના નમૂના અનફીટ આવ્યા છે. એટલે કે તે જગ્યાનું પાણી પીવાલાયક નથી.

મહત્વનુ છે કે શહેરમાં ડેન્ગ્યૂ મેલેરિયા સહિત રોગચાળાને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર રોગચાળાને ડામવા માટે એક્શન મોડમાં આવી ગયું છે.નવેમ્બર માસના 9 દિવસના રોગચાળાના આંકડા

મચ્છરજન્ય રોગચાળો : 404 કેસ

સામાન્ય મેલેરિયાન : 90 કેસ
ઝેરી મેલેરિયા : 12 કેસ
ડેન્ગ્યૂ : 290 કેસ
ચીકનગુનીયા : 12 કેસ

પાણીજન્ય રોગચાળો : 323 કેસ

ઝાડા-ઉલ્ટી : 166 કેસ
કમળો : 51 કેસ
ટાઈફોઈડ : 106 કેસ
First published: November 12, 2019, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading