Home /News /madhya-gujarat /મોરવા હડફના અપક્ષ MLA ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા અધ્યક્ષે કર્યા સસ્પેન્ડ

મોરવા હડફના અપક્ષ MLA ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા અધ્યક્ષે કર્યા સસ્પેન્ડ

ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ

વિધાસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

  ન્યૂઝ18ગુજરાતીઃ વિધાનસભાના અધ્યક્ષે આજે શુક્રવારે મોરવા હડફના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા છે. જાતિના પ્રમાણપત્રને લઇને ભૂપેન્દ્ર ખાંટ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પગલે વિધાસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરી હતી. જે અનુસંધાને  ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

  વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યૂલ ટ્રાઇબની વિધાનસભા સિટ ઉપર ચાલે એમ નથી. જેના પગલે રાજ્યપાલે ભૂપેન્દ્ર ખાંટના જાતિના પ્રમાણપત્ર યોગ્ય ન હોવાથી તેમને વિધાનસભાની સીટ માટે ગેરલાયક ઠેરવવા માટે મારી પાસે મોકલ્યું હતું અને આ સીટ ખાલી કરવાનો ઓર્ડર રાજ્યપાલે મને મોકલ્યો હતો. જેના પગલે અમે આજે રાજ્યપાલના ઓર્ડરને લઇને આ જાહેરાત કરી છે."

  અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, "ભૂપેન્દ્ર ખાંટ જે શિડ્યૂલ ટ્રાઇબ સીટ માટે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું એ અંગે કોર્ટમાં પણ પીટીશન કરવામાં આવી હતી. અને જે પ્રમાણપત્ર રજું કર્યું હતું તે યોગ્ય ઠર્યું નથી જેના પગલે તેમનું ધારાસભ્ય પણ રદ કરવામાં આવ્યું છે. રાજ્યપાલના આદેશના પગલે અમે આ ધારાસભ્યનીસીટ ખાલી કરવાની જાહેરાત કરીએ છીએ."
  Published by:ankit patel
  First published:

  Tags: Suspended, ધારાસભ્ય

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन