અમદાવાદ નિત્યાનંદ આશ્રમમાં રહેતી દિલ્હીની બે બાળકીઓએ રડતાં રડતાં ઘરે જવાની જીદ પકડી

News18 Gujarati
Updated: November 20, 2019, 8:29 AM IST
અમદાવાદ નિત્યાનંદ આશ્રમમાં રહેતી દિલ્હીની બે બાળકીઓએ રડતાં રડતાં ઘરે જવાની જીદ પકડી
અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમની અંદરની તસવીર

પોલીસે ફરિયાદી જનાર્દન શર્માની કથિત ગૂમ તેમજ તેમના બંને નાના બાળકોને ગોંધી રાખવાની અને બાળ મજૂરી જેવા કર્યો કરાવાની ફરિયાદને કારણે આશ્રમમાં એસઆઈટીની ટીમે ધામા નાખ્યા છે.

  • Share this:
અમદાવાદ : વિવાદનું બીજું નામ બની રહેલા નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) આજે દિવસ દરમિયાન સતત તાપસનો દોર ચાલ્યો. SITની ટીમને આશ્રમમાં તાપસ સમયે દિલ્હીની (Delhi) 2 બાળકીએ રડતા રડતા પોલીસ (Ahmedabad police) સમક્ષ પોતાના માતાપિતા સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી.

SIT એ આશ્રમમાં રહેતા બાળકો અને કર્મચારીઓનાં નિવેદન લીધા

ચર્ચાનું કેન્દ્ર બનેલા નિત્યાનંદ આશ્રમમાં દિવસ દરમ્યાન તાપસ નો ધમધમાટ ચાલ્યો. પોલીસે ફરિયાદી જનાર્દન શર્માની કથિત ગૂમ તેમજ તેમના બંને નાના બાળકોને ગોંધી રાખવાની અને બાળ મજૂરી જેવા કર્યો કરાવાની ફરિયાદને કારણે આશ્રમમાં એસઆઈટીની ટીમે ધામા નાખ્યા હતા. એસઆઈટીની ટીમે આશ્રમ સાથે સંકળાયેલ કર્મચારીઓ અને બાળકો સહિત 20 લોકોનાં નિવેદન નોંધ્યા છે.

આ પણ વાંચો : નિત્યાનંદે અમદાવાદ આશ્રમ વિવાદ પર મૌન તોડતા કહ્યું, 'અનુયાયીઓને ટાર્ગેટ કરાયા'

બે બાળકીઓ અચાનક રડી પડી

એસઆઈટીની ટીમ જ્યારે આશ્રમમાં રહેલા લોકોનાં નિવેદન નોંધી રહી હતી ત્યારે અચાનક બે બાળકીઓ રડતી રડતી એસઆઈટીની ટીમ સમક્ષ આવી હતી. આ બંન્ને દીકરીઓએ પોતાનાં માતાપિતા જોડે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઇને સીડબલ્યુસીનાં સભ્યોની હાજરીમાં બંને બાળકીનાં નિવેદન લેવાયા હતા. હાલ બંન્ને બાળકીનો કબ્જો સીડબલ્યુસીને સોંપવામાં આવ્યો છે. મૂળ દિલ્હીની અને છેલ્લા પાંચ મહિનાથી અમદાવાદનાં આશ્રમમાં રહેતા હતાં. 9 અને 10 વર્ષની બને બાળકીને ચાઈલ્ડ વેલ્ડર કમિટિ પૂછપરછ કરી વિગતવાર નિવેદન નોંધીને એસઆઇટીને રિપોર્ટ સોંપશે. તેના આધારે બાળકીની ઈચ્છા હશે તો તેના માતાપિતાનો સંપર્ક કરીને તેમની જોડે મોકલાશે. આજે પણ પોલીસ અન્ય બાળકોનાં નિવેદન લેશે.આ પણ વાંચો: નિત્યાનંદનો ભાંડો ફૂટશે! ગ્રામ્ય પોલીસે કર્ણાટક અને તમિલનાડુમાંથી મંગાવી માહિતી
First published: November 20, 2019, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading