Home /News /madhya-gujarat /

ટ્રમ્પની સુરક્ષામાં 10 હજારથી પણ વધારે પોલીસ રહેશે ખડેપગે, અમદાવાદમાં 3.30 કલાક રોકાશે

ટ્રમ્પની સુરક્ષામાં 10 હજારથી પણ વધારે પોલીસ રહેશે ખડેપગે, અમદાવાદમાં 3.30 કલાક રોકાશે

જે માટે તેમની સુરક્ષા એકદમ સઘન બનાવી દેવામાં આવશે જે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

જે માટે તેમની સુરક્ષા એકદમ સઘન બનાવી દેવામાં આવશે જે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

  અમદાવાદ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનિયા તારીખ 24 અને 25 ફેબ્રુઆરી ભારતનાં પ્રવાસે છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે 24મીએ અમદાવાદ આવશે. તેઓ અહીં અમદાવાદમાં 3:30 કલાક રોકાશે. જેમાં તેઓ રોડ શોમાં અડધો કલાક, ગાંધી આશ્રમમાં 30 મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમમાં 2.30 કલાક રોકાશે. જે માટે તેમની સુરક્ષા એકદમ સઘન બનાવી દેવામાં આવશે જે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

  10 હજારથી વધુ પોલીસ ખડેપગે

  મળતી માહિતી પ્રમાણે, 25 IPS, 65 ACP, 200 P.I, 800 PSI સાથે 10,000 પોલીસ જવાનો ખડેપગે બંદોબસ્તમાં રહેશે. આ સાથે NSG અને NSGના એન્ટી સ્નાઇપરની એક ખાસ ટુકડી પણ તૈનાત રાખવામાં આવશે. આ સાથે મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટનાં સંકલનની તથા સ્ટેડિયમનાં પ્રેક્ષકોને લગતી જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવી છે. આ કામગીરીમાં સામાન્ય વહીવટી વિભાગનાં અગ્ર સચિવ કમલ દાયાણી જવાબદારી નિભાવશે. જ્યારે રાજ્યનાં માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાનાથી તેની તથા એરપોર્ટ બ્રાન્ડિંગની જવાબદારી આપી છે. એરપોર્ટ પર પોલીસ વડા શિવાનંદ ઝા અને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા ગાર્ડ ઓફ ઓનર આપશે.

  ભાડુઆતોની તપાસ ચાલુ

  આ ઉપરાંત પિનાક સોફ્ટવેર રજીસ્ટ્રેશનને લઈને આસપાસનાં મકાનોમાં રહેતા ભાડુઆતોની તપાસ હાથ ધરાઇ રહ્યું છે. પોલીસને સામાન્ય જનતાને કોઈપણ શંકાસ્પદ માહિતી હોય તો પોલીસને આપવા અપિલ કરી છે. જિલ્લા અને તાલુકામાંથી આવતા લોકો માટે અલગ વ્યવસ્થા પાર્કિંગ માટે 28 સ્પોટ નક્કી કરાયા છે.  1.5 કિમીની ત્રીજયામાં પાર્કિંગ વ્યવસ્થા બહારનાં જિલ્લાનાં અધિકારીઓએ પણ તેમના ત્યારથી આવતા લોકોનું વેરિફિકેશન કર્યું છે. પાર્કિંગ માટે અલગથી જિલ્લા વાઇઝ કોડ અપાયા જવાનો સમભવીત રૂટ: એરપોર્ટ, દફનાળા, ગાંધી આશ્રમ થી સુભાસબ્રિજ, રિવરફ્રન્ટ થઈને અને એરપોર્ટ સર્કલ, ઇન્દિરા બ્રિજ થઈને કોટેશ્વરથી મોટેરા આ તમામ રૂટ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની જાંખી કરાશે. સ્ટેડિયમની અંદર અને બહાર શહેર પોલીસ અને આઈબી તથા એસપીજી, એનએસજી અને સિક્રેટ એજન્સીઓની ટીમ હાજર રહેશે. તમામ રૂટ પર ટ્રાફિક જામ ન થાય તેનું પણ ધ્યાન રખાશે.

  આ પણ વાંચો : મોંઘેરા મહેમાન 'ટ્રમ્પ' : બનાસકાંઠાનાં ઢોલ,સૌરાષ્ટ્રનાં શંખ, ગરબા સાથે થશે સ્વાગત

  અમેરિકાથી આવશે સિક્રેટ સર્વિસની 300 લોકોની ટીમ

  ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની 300 લોકોની ટીમ આવશે. જે એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની સિક્યુરિટી સંભાળશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ સંભવિત રૂટ, ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સિક્યુરિટીનો આખો મેપ રવિવાર રાત સુધીમાં બની જશે. સોમવારે અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોને સમગ્ર સિક્યુરિટી બતાવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.

  આ વીડિયો પણ જુઓ :
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Donald trump, Kem chho Trump, Namaste Trump, Security, Trump Ahmedabad Visit, નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन