બાવળામાં રોજગાર મેળો, ધોરણ 10 પાસથી ગ્રેજ્યુએટ બેરોજગારોને નોકરીની તક

News18 Gujarati
Updated: February 20, 2020, 8:30 AM IST
બાવળામાં રોજગાર મેળો, ધોરણ 10 પાસથી ગ્રેજ્યુએટ બેરોજગારોને નોકરીની તક
પ્રતિકાત્મક તસવીર

આઠ જેટલી કંપની તરફથી 1045 જેટલી ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • Share this:
અમદાવાદ: ગુરૂવારે એટલે આજે બાવળા ખાતે મદદનીશ નિયામક, રોજગાર કચેરી તરફથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આઠ જેટલી કંપની તરફથી 1045 જેટલી ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતમાં વાર્ષિક રૂ. 96,000થી એક લાખ 8 હજાર સુધીનાં પગારની નોકરી ઓફર કરવામાં આવશે.

આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, બીએ, બીએસસી, બીકોમ ગ્રેજ્યુએટ યુવાનો ઉપરાંત આઈટીઆઈની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. આ નિ:શુલ્ક રોજગાર મેળામાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓનાં 18થી 35 વર્ષની વયજૂથના યુવાનો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

રોજગાર ભરતી મેળા અન્વયે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ કંપની તરફથી એપ્રેન્ટિસ ભરતી મેળા અન્વયે 200 જેટલા યુવાનોને પ્રતિમાસ 10 હજારનો પગાર મળશે. એપ્રેન્ટિસની જોબ પૂર્ણ થયા બાદ રેગ્યુલર જોબ ઉમેદવારોને ઓફર કરવામાં આવશે. ભરતી મેળામાં આવનાર ઉમેદવારોનું પહેલા કંપનીનાં અધિકારીઓ ઇન્ટર્વ્યુ લેશે જેના આધારે પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચો : તમારી બ્રાન્ડેડ ઘડિયાળ અસલી છે કે નકલી? CIDએ કર્યો મોટો પર્દાફાશ

મહત્વનું છે કે, ગત જાન્યુઆરી મહિનામાં પણ શાહીબાગમાં આવેલી રોજગાર કચેરીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ તથા ગ્રેજ્યુએટ યુવા ઉમેદવારોએ ભાગ લીધો હતો. શાહીબાગમાં ગિરધરનગર બ્રિજ પાસે બહુમાળી ભવનનાં પહેલા માળે બ્લોક-એમાં સવારે 11 વાગ્યે રોજગાર મેળો યોજાયો હતો.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 20, 2020, 8:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading