Home /News /madhya-gujarat /

Kidney disease: ગુજરાતમાં 6 હજારથી વધુ કિડની ફેલ્યોર દર્દીઓ, કેમ વધી રહી છે કિડની બીમારી?

Kidney disease: ગુજરાતમાં 6 હજારથી વધુ કિડની ફેલ્યોર દર્દીઓ, કેમ વધી રહી છે કિડની બીમારી?

કિડનીની બીમારીત પીડિતા દર્દીઓની સંખ્યા વધી

Ahmedabad News: ગુજરાતની સાથે સાથે અમદાવાદ (Ahmedabad) ડાયાબિટીસના મામલામાં કેપિટલ બની રહ્યું છે. અને આ ડાયાબીટીસ કીડની ફેલ્યોર (Kidney failure) માટે  સૌથી વધુ જવાબદાર હોવાની ડોકટર્સ (Doctors) જણાવી રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) દિન પ્રતિદિન ડાયાબિટીસના દર્દીઓમાં (Patients with diabetes) વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓ એટલી હદે વધુ રહ્યા છે કે ગુજરાતની સાથે સાથે અમદાવાદ (Ahmedabad) ડાયાબિટીસના મામલામાં કેપિટલ બની રહ્યું છે. અને આ ડાયાબીટીસ કીડની ફેલ્યોર (Kidney failure) માટે  સૌથી વધુ જવાબદાર હોવાની ડોકટર્સ જણાવી રહ્યા છે.

અમદાવાદની કિડની હોસ્પિટલમાં સાડા 6 હજારથી વધુ દર્દીઓ ડાયાલીસીસ કરાવે છે એટલા કે આ તમામ દર્દીઓને કિડનીની જરૂરીયાત છે. આ દર્દીઓમાં ડાયાલીસીસ ના 40% દર્દીઓ ડાયાબિટીસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.

ડાયાલિસિસના હજારો દર્દીઓને મોટી રાહત આપતા સમાચાર છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (Institute of Kidney Disease and Research center) દ્વારા રાજ્યમાં ક્યાંય પણ કોઇને પણ નિઃશુલ્ક ડાયાલિસિસ સેવાઓ પુરી પાડવા વન ગુજરાત - વન ડાયાલિસિસ યોજના અમલમાં મૂકી છે. આઇકેડીઆરસીના ડાયરેક્ટર ડૉ . વિનીત મિશ્રાએ જણાવ્યું કે કિડની હોસ્પિટલ દ્વારા દર મહિને 25 હજાર અને દર વર્ષે 3 લાખથી વધુ ડાયાલીસીસ થાય છે.

આ પણ વાંચોઃ-ક્રૂર જનેતાઃ વડોદારના વાઘોડિયામાં માતાએ સવા વર્ષની પુત્રીની કરી હત્યા, પુત્રીને કેનાલમાં ફેકી માતા ફરાર

આખા ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ની જરૂરીયાત દોઢથી 2 લાખની છે. ગુજરાતમાં ડાયાલીસીસ સાડા 6 થી 6 હજાર દર્દીઓ ડાયાલીસીસ કરાવે છે. દર વર્ષે  20થી 25 ટકાનો ઉમેરો થઈ રહ્યો છે. હવે આખા રાજ્યમાં કોઈપણ જીડીપી સેન્ટર્સમાં ડાયાલિસિસ કરવાની સુવિધા દરિયાકાંઠાના અને આદિવાસી ક્ષેત્રમાં નવા જીડીપી સેન્ટર્સ ઉભા કરાશે. કિડની ફેલ્યોર માટે સૌથી વધુ જવાબદાર જો હોય તો તે ડાયાબીટીસ છે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદમાં મકાન માલિકના પુત્રએ ઘરમાં ઘૂસી ભાડુઆતની પુત્રીને ખાટલા સાથે બાંધી આચર્યું દુષ્કર્મ

આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. અને તેમાંય અમદાવાદ ડાયાબિટીસના મામલામાં કેપિટલ છે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં સાડા 6 હજારથી વધુ દર્દીઓ ડાયાલીસીસ કરાવે છે.એનો મતલબ એ કે આ દર્દીઓને કિડનીની જરૂરીયાત છે.  સિવિલ હોસ્પિટલ અને સરકારના પ્રયાસોથી સોટ્ટો પ્રોગ્રામ હેઠલ ઘણી અવેરનેસ ઓર્ગન ડોનેટમાં આવી છે. હજુ લોકો અંગદાનને લઈ જાગૃત થાય તે જરૂરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news

આગામી સમાચાર