Home /News /madhya-gujarat /

અમદાવાદના 5 હજાર કાવડયાત્રીઓ અમરનાથ ધામમાં કરશે જળાભિષેક

અમદાવાદના 5 હજાર કાવડયાત્રીઓ અમરનાથ ધામમાં કરશે જળાભિષેક

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલાં પંચદેવ મંદિરથી આજે રવિવારે 5 હજારથી વધુ કાવડયાત્રીઓએ પદયાત્રા શરુ કરી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલાં પંચદેવ મંદિરથી આજે રવિવારે 5 હજારથી વધુ કાવડયાત્રીઓએ પદયાત્રા શરુ કરી છે.

    દીપિકા ખુમાણ, અમદાવાદઃ રાજયમાં શિવ આરાધનાના મહાપર્વ નિમિત્તે પવિત્ર શ્રાવણના શુભ અવસરે અમરનાથધામ અને જય અંબે મિત્ર મંડળ દ્રારા કાવડ પદયાત્રાનો પ્રારંભ થઈ યૂક્યો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલાં પંચદેવ મંદિરથી આજે રવિવારે 5 હજારથી વધુ કાવડયાત્રીઓએ પદયાત્રા શરુ કરી છે. જેઓ કાવડમાં ગંગાજળ સાથે 55 કિલોમીટર ચાલીને ગાંધીનગરમાં આવેલાં અમરનાથ ધામમાં પહોંચશે. અને અદ્રિતીય દ્રાદશ જ્યોર્તિલિંગ પર જળાભિષેક કરશે. આવતીકાલે જ્યારે શ્રાવણનો પહેલો સોમવાર છે. ત્યારે યુપી બિહાર ઉત્તરાંચલ હરિદ્રારની જે શિવભક્ત કાવડિયાઓ કેસરિયાં રંગ સાથે શિવજીનાં લિંગ પર જળાભિષેક કરશે.

    ઉલ્લેખનીય છે કે વર્ષોથી ભારતનાં લાખોની સંખ્યામાં શિવભક્ત ભગવાનનાં શિવલિંગ પણ જળાભિષેક કરે છે.. ત્યારે વર્ષ 2013માં 351 જેટલાં કાવડયાત્રીઓથી શરુ થયેલી આ પદયાત્રામાં હવે 5 હજારથી વધારે ભક્તો જોડાયા છે... જે શિવ પ્રત્યેની આરાધનાને દર્શાવે છે..

    શા માટે કાવડયાત્રીઓ કરે છે કાવડયાત્રા ?
    અમરનાથધામના ટ્રસ્ટી દિપક પટેલના કહેવા પ્રમાણે ગુજરાતમાં અંબાજી અને ડાકોરની પદયાત્રાનું અનોખું મહ્તવ છે.ભારતમાં વૈધનાથ, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાંચલ જેવાં રાજ્યોમાં લાખોની સંખ્યામાં કાવડીયાઓ કાવડ લઈને પવિત્ર શ્રાવણ માસમાં શિવમંદિરોમાં જળ ચડાવીને શિવ આરાધના કરે છે. ત્યારે ગુજરાતમાં માત્ર અમદાવાદમાંથી જ સૌથી મોટી કાવડયાત્રા નીકળે છે. શાસ્ત્રોમાં શિવજીને જળાભિષેકનું વિશેષ મહત્વ છે.

    તેમાં શ્રાવણ માસના સોમવારે જળાભિષેક કરીને મહાદેવને પ્રસન્ન કરીને તેમની કૃપા પ્રાપ્તિનો અવસર ભક્તો ચૂકતાં નથી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર અમરનાથ ધામમાં આવેલાં અદ્રિતીય દ્રાદશ જ્યોર્તિલિંગ પર જળાભિષેક કરી શકાય તે માટે શ્રી અમરનાથ જળાભિશેક કાવડ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચોઃ-મારી પેશન-ઇન્ટેન્સિટી પાછળ ‘સળગતા સૂરજમુખી’ પુસ્તકની મુખ્ય ભૂમિકા: મેવાણી

    શાસ્ત્રોનુસાર સમુદ્ર મંથન દ્રારા ઉત્પન્ન થયેલું વિષ શિવે કંઠમાં લીધું ત્યારે વિષનો અનિષ્ટ પ્રભાવ રોકવા માટે બ્ર્હ્માજીએ શિવની અગ્રિને ગંગાજળથી શાંત કરવાની સલાહ આપી.. જે બાદ શ્રાવણ માસમાં શિવજી પર જળ ચડાવવાની પ્રથા શરુ થઈ છે... ભારતમાં લાખોની સંખ્યામાં શિવલિંગ પર અભિષેક કરવા માટે શિવભકતો અચૂક આ લ્હાવો લે છે..

    હરિદ્રારથી ભરેલાં જળથી થશે શિવજી પર જળાભિષેક
    જય અંબે મિત્ર મંડળના રઘુવરપ્રસાદ જયસ્વાલના કહેવા પ્રમામે આ વર્ષે 6ઠ્ઠી વખત કાવડ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે..પાંચમા વર્ષે કુલ 4500 કાવડયાત્રીઓ જોડાયા હતા. જ્યારે આ વર્ષે કુલ 5 હજાર કાવડયાત્રીઓ જોડાયા છે.

    દરેક શ્રધ્ધાળુઓ એકસરખા ભગવાં વસ્ત્રો અંગિકાર કરીને તથા હરિદ્રારથી મંગાવેલાં ગંગાજળ ભરેલાં કળશ સાથે કાવડયાત્રા કરશે જે માટે કાવડને પણ શિવજીના પ્રતિક સમા લિંગ, ચંદ્ર અને ડમરુંથી સજાવાઈ છે.. આ વર્ષે 5 હજાર કાવડયાત્રીઓમાં 1100 જેટલી મહિલાઓ પણ ચાલીને ગાંધીનગરના અમરનાથધામ પહોંચશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Amarnath dham, Conspirators, Pooja, Shravan mas, Somvar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन