Home /News /madhya-gujarat /

ગુજરાત યુનિવર્સિટીમાં રોજગાર મેળો, બેથી 6 લાખ રૂપિયા સુધી વાર્ષીક પેકેજની ઓફર

ગુજરાત યુનિવર્સિટીમાં રોજગાર મેળો, બેથી 6 લાખ રૂપિયા સુધી વાર્ષીક પેકેજની ઓફર

ગુજરાત યુનિવર્સિટીની તસવીર

20 કંપનીઓ દ્વારા 368 જગ્યા માટે ભરતી યોજવામાં આવી હતા. જેમાં આશરે 525 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

    સંજય ટાંક, અમદાવાદઃ દેશમાં આર્થિક મંદીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સીટી (Gujarat University) અને શ્રમ રોજગાર વિભાગના (Department of Labor Employment) સહયોગથી IT ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ (Students)માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આ રોજગાર મેળાને ખુબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્યારે 368 જગ્યાઓ માટે 525 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

    રોજગાર મેળામાં 20 જેટલી IT કંપનીઓ હાજર રહી હતી. જેમાંથી 18 કંપનીઓ અગાઉ જ રજીસ્ટર્ડ થઈ હતી. 2 કંપનીઓ વોલ્ક ઈન તરીકે ઉપસ્થિત રહી હતી. 20 કંપનીઓ દ્વારા 368 જગ્યા માટે ભરતી યોજવામાં આવી હતા. જેમાં આશરે 525 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

    આ મેળા માટે અગાઉથી જ ગુજરાત યુનિવર્સિટી અને શ્રમ રોજગાર વિભાગ તરફથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ કરાયું હતું. પરંતુ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય અને ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ ઇન્ટરવ્યૂ ખુલ્લું રાખવામાં આવ્યું હતું.

    આઈટી ક્ષેત્રના યુવાનોને સારો પગાર અને રોજગારી મળી રહે તે હેતુથી રોજગારી મેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં હાજર રહેલી 20 જેટલી IT કંપનીઓ દ્વારા 2 લાખથી શરુ કરીને 6 લાખ સુધીના વાર્ષીક પેકેજ વિદ્યાર્થીઓને ઓફર કરાઈ છે. જેમાં બીએસસી આઈટી, એમએસસીઆઈટી, બીસીએ, એમસીએ, ડીપ્લોમા આઈટી, ડીપ્લોમા કમ્પ્યુટર, ડીપ્લોમા ઇસી, બીઈ આઈટી, બીઈ કમ્પ્યુટરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    આ પણ વાંચોઃ-હરિયાણાનો યુવક બ્લૂટૂથ, બટનમાં કેમેરા, બુટમાં મોબાઇલ લગાવીને પરીક્ષા આપવા આવ્યો

    ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે 2 જોબ ફેર યોજવામાં આવે છે. ત્યારે આગામી 24 તારીખના રોજ પણ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી અને શ્રમ રોજગાર વિભાગ દ્વારા ફરી એકવાર મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પનું પણ આયોજન કરાઈ રહ્યું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: ગુજરાત યુનિવર્સિટી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन