Home /News /madhya-gujarat /

Assembly Election: આમ આદમી પાર્ટીને મોટો ફટકો, AAPના 3000થી વધુ કાર્યકર્તાઓ BJPમાં જોડાયા

Assembly Election: આમ આદમી પાર્ટીને મોટો ફટકો, AAPના 3000થી વધુ કાર્યકર્તાઓ BJPમાં જોડાયા

આમ આદમી પાર્ટીના 3000 જેટલ કર્યકર્તાઓ આજે ભાજપની કેસરી ટોપી અને ખેસ ધારણ કરીને ભાજપમાં સામેલ થયા છે.

AAP Gujarat: આમ આદમી છોડીને આવેલા કાર્યકર્તાઓનું કહેવું છે કે, આમ આદમી પાર્ટીમાં કામ કરનારા નેતાઓ અને કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે.

    ગુજરાત (AAP Gujarat)માં આગામી સમયમાં ગમે તે સમયે વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ની જાહેરાત થઇ શકે છે ત્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી અને પક્ષ પલટાની મોસમ લાવી તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત ભાજપ કોંગ્રેસના (Congress-BJP) નેતાઓથી લઇ કાર્યકર્તાઓને પક્ષપલટો કરાવાના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે ત્યારે આજે ગાંધીનગર (Gandhinagar)માં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટી (Aam Admi party)માંથી સસ્પેન્ડ કરવામાં આવેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીની ટોપી ઉતારી ભાજપની કેસરી ટોપી પહેરી હતી. રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી આમ આદમી પાર્ટી છોડીને આવેલા 3000 જેટલા કાર્યકર્તાઓ આજે વિધિવત રીતે ભાજપની કેસરી ટોપી પહેરીને ભાજપમાં જોડાયા હતા.



    બીજેપી તરફથી જે આંકડો આપવામાં આવ્યો છે તે અનુસાર, આમ આદમી પાર્ટીના 3000 જેટલ કર્યકર્તાઓ આજે ભાજપની કેસરી ટોપી અને ખેસ ધારણ કરીને ભાજપમાં સામેલ થયા છે. આ દરમિયાન આપ કાર્યકરતાઓનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની પાર્ટીમાં સામેલ થતા સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટીનો સાથ છોડી ભાજપમાં સામેલ થનાર મોટા ભાગના કાર્યકર્તા સૌરાષ્ટ્રના હોવાનું કહેવાય રહ્યું છે.

    આ પણ વાંચો-વડોદરા ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા: હત્યાના 16 કલાકમાં જ ખોલ્યો ભેદ

    આમ આદમી છોડીને આવેલા કાર્યકર્તાઓનું કહેવું છે કે, આમ આદમી પાર્ટીમાં કામ કરનારા નેતાઓ અને કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે. પ્રદેશ લેવલના નેતાઓ કોઈ નોંધ લેતા નથી. જેથી આજે અમે વિધિવત રીતે અમે આમ આદમીની ટોપી ઉતારી ભાજપની ટોપી પહેરી ભાજપમાં જોડાયા છે.

    આ પણ વાંચો- ગુજરાતમાં વિશ્વ હવામાનના દિવસે જ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, ખેડૂતોની ચિંતા વધી

    નોંધનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પક્ષ વિરોધ પ્રવૃત્તિઓ કરવાનું કારણ આગળ ધરીને આમ આદમી પાર્ટીએ કેટલાક નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જેમાંથી આજે સસ્પેન્ડ કરાયેલા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપની કેસરી ટોપી પહેરીને ભાજપમાં જોડાયા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Aam adami party, AAP Gujarat, AAP news, AAP Party, Ahmedabad news, Kamalam

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन