ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પ, લાંબા અંતરની મોટાભાગની ટ્રેન રદ

News18 Gujarati
Updated: August 5, 2019, 7:46 AM IST
ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પ, લાંબા અંતરની મોટાભાગની ટ્રેન રદ
ફાઇલ તસવીર

અમદાવાદથી પસાર થતી 13 ટ્રેનો રદ્દ કરવામાં આવી, તથા લાંબા અંતરની 19 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તો 7 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવ્યા

  • Share this:
રાજ્યમાં છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અહીં મોટાભાગના નદી-નાળા છલકાઇ ગયા છે. તો અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યો છે. તો ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જેમાં મુંબઈ-જયપુર એક્સપ્રેસ, બાંદ્રા-ભુજ એક્સપ્રેસ, જામનગર-બાંદ્રા એક્સપ્રેસ સહિત લાંબા અંતરની 19 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઇ ગયા છે. તો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદને કારણે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. મુંબઇ તરફથી આવતી મોટાભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણએ અમદાવાદથી પસાર થતી 13 ટ્રેનો રદ્દ કરવામાં આવી, તથા લાંબા અંતરની 19 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તો 7 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ વરસાદમાં ઘરવખરીના નુકસાન પેટે રાશનકાર્ડ દીઠ 2000ની સહાય ચૂકવાશે

રદ્દ થયેલી ટ્રેનનું લિસ્ટ

અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ રદ્દ, અમદાવાદ- બાંદ્રા લોકશક્તિ એક્સપ્રેસ રદ્દ, અમદાવાદ - બાંદ્રા ગુજરાત મેલ રદ્દ, બાંદ્રા - જોધપુર સુર્યનગરી એક્સપ્રેસ રદ્દ બાંદ્રા - ભુજ એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા - ઉદેપુર એક્સપ્રેસ રદ્દ, અમદાવાદ મુંબઈ વચ્ચેની 26 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પોરબંદર -બાંદ્રા એક્સપ્રેસ રદ્દ. બાંદ્રા જામનગર એક્સપ્રેસ રદ્દ. મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, દાદર-ભુજ એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા-બિકાનેર એક્સપ્રેસ રદ્દ, મુંબઈ-ઇન્દોર એક્સપ્રેસ રદ્દ, મુંબઈ-જયપુર એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, મુંબઇ-ઓખા એક્સપ્રેસ રદ્દ, મુંબઇ-રાજકોટ એક્સપ્રેસ રદ્દ, બાંદ્ર- ભાવનગર એક્સપ્રેસ રદ્દ, મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ, મુંબઈ-વડોદરા એક્સપ્રેસ રદ્દ, મુંબઈ- પોરબંદર એક્સપ્રેસ, અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ રદ્દ, અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ રદ્દ, રાજકોટ-મુંબઈ એક્સપ્રેસ રદ્દ, ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ, બાંદ્રા-જોધપુર એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા ભુજ એક્સપ્રેસ રદ્દ, બાંદ્રા-ઉદયપુર એક્સપ્રેસ રદ્દ.
First published: August 4, 2019, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading