અમદાવાદ : અમદાવાદના (Ahmedabad)સોલા સિવિલ હોસ્પિટલમાંથી (Sola Civil Hospital) એક દિવસની બાળકીના અપહરણ કેસમાં (Child Kidnapping case)હજુ સુધી પોલીસને કોઈ સફળતા હાથ લાગી નથી. બાળકી કોઈ ગેંગની શિકાર તો નથી બની તેને લઈ તે દિશામાં પોલીસે તપાસ ઝડપી બનાવી છે. જોકે આવા અનેક બાળકો ગુમ છે જેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. સોલા પોલીસની (Sola Police)સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)પણ અપહરણ થયેલ બાળકીને શોધી રહ્યા છે પરંતુ હાલ પણ બાળકી મળી શકી નથી. તેવામાં બાળકી કોઈ બાળક તસ્કરી ગેંગની શિકાર તો નથી બની તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. જો આમ હોય તો એ ચિંતાનો વિષય છે.
આ બાળકીની જેમ ગુજરાતમાં અનેક એવા બાળકો છે જે ગુમ છે અને જેને શોધવામાં પોલીસને સફળતા હાથ લાગી નથી. પોલીસ ચોપડે નોંધાતી બાળકોના અપહરણની ફરિયાદો કહી રહી છે કે હજુ પણ રાજ્યના 2402 બાળકો એવા છે કે જેની ભાળ રાજ્યભરની પોલીસ મેળવી શકી નથી. વર્ષ 2007થી 2021 સુધીમાં 50 હજાર જેટલા બાળકો રાજ્યભરમાથી ગુમ થયા છે. જેમાથી 2402 બાળકોનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. આ મામલે સુરત શહેર શૌધી વધુ બદનામ છે. કારણ કે આખા રાજ્યમાં બાળકોના અપહરણમાં સુરત પહેલા નંબર પર છે. જોકે બાળકોના અપહરણના મામલે સુરત એક જ નહી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.
સુરત શહેરમાં હાલ પણ 714, અમદાવાદ શહેર 233, વડોદરા શહેર 714, રાજકોટમાં 64 અને ગાંધીનગરમાં 81 બાળકો ગુમ છે. જે હજુ સુધી મળી શક્યા નથી. બાળકોના અપહરણ અને ગુમ થવાના આ આંકડા જોઈ તમને પણ વિશ્વાસ થયો હશે કે બાળકો માટે ગ્રામ્ય વિસ્તાર વધુ સુરક્ષિત છે.
જોકે મહત્વની વાત એ છે કે આવા ગુમ થયેલા કે અપહરણ થયેલા બાળકોને શોધી લાવવા માટે રાજ્ય પોલીસ દ્વારા દર 2 મહિને એક સ્પેશ્યિલ ડ્રાઈવ ચલાવવામાં આવે છે. ઓપરેશન મુસ્કાન હેઠળ ચાલતી આ ડ્રાઈવ વર્ષ 2018થી શરૂ કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર