અમદાવાદમાં ચાલુ સિઝનમાં 20થી વધુ ભૂવા પડ્યા, 100 વર્ષ જૂનું પાણીનું ગરનાળું મળ્યું

ankit patel
Updated: September 11, 2019, 6:41 PM IST
અમદાવાદમાં ચાલુ સિઝનમાં 20થી વધુ ભૂવા પડ્યા, 100 વર્ષ જૂનું પાણીનું ગરનાળું મળ્યું
રોડ પર પડતા ભૂવાની તસવીર

અમદાવાદના રસ્તાઓ પર પડતાં ભૂવા જ્યાં જયાં પડ્યા છે. ત્યાં કા તો પાણીની લાઈન હોય છે. કાં તો મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલતું હોય છે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)માં વરસાદ (Rain)પડવાની સાથે ઠેરઠેર ભૂવા પડવાનું શરુ થઈ જાય છે. ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં 20થી ભુવા પડ્યા છેએક તારણ મુજબ અમદાવાદમાં 20 વર્ષ જૂની લાઈન હોવાને કારણે ભૂવા પડે છે. અમદાવાદના રસ્તાઓ પર પડતાં ભૂવા જ્યાં જયાં પડ્યા છે. ત્યાં કાં તો પાણીની લાઈન હોય છે. કાં તો મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલતું હોય છે.

શાસ્ત્રીનગરમાં 25 દિવસથી ભુવાની પરિસ્થિતી જૈસે થે
અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલો આજથી 25 દિવસ પહેલાં પડ્યો હતો. આ રસ્તા પર ભુવાને કારણે BRTSનો રૂટ ડાયવર્ડ કરવો પડ્યો છે. જેને કારણે દરરોજ પેસેન્જર્સ રોડ પર ઊભા રહે છે. બીજી તરફ ટ્રાફિક જવાનો પણ આ રૂટ પર ડ્યૂટી કરતા થાકી જાય છે. અહીંથી રોજ પસાર થતાં નિશાનું કહેવું છે કે સાયન્સ સિટી ઓફિસ હોવાથી તેને રોજ BRTS માટે રસ્તા પર રાહ જોવી પડે છે. ઘણી વાર ટ્રાફિકમાં BRTS રૂટ ડાયવર્ઝન હોવાથી ઊભી પણ રહેતી નથી. જેને કારણે ઘણાં પેસેન્જર્સે બીજી બસની રાહ જોવી પડે છે.

રન્નાપાર્કમાં ભૂવાને કારણે તકલીફ જ તકલીફ
અમદાવાદના રન્નાપાર્ક વિસ્તારમાં 10 દિવસ પહેલા ભૂવો પડયો હતો. પરંતુ હજુ સુધી આ ભૂવાને કારણે લોકો પરેશાન છે. ટ્રાફિકની સમસ્યાની સાથે અહીં લોકોને ચાલતાં જવા માટે પણ મુશ્કેલી પડેછે. કારણ કે અહીં ભૂવાને કારણે રોડ એકદમ સાંકડો થઈ ગયો છે. આ વિસ્તારમાં દુકાન ધરાવતાં મહેન્દ્રભાઈનું કહેવું છે કે કોર્પોરેશન ટેક્સના પૈસા લે છે. પરંતુ સુવિધા અપતી નથી. કોર્પોરેશનને રોડ રસ્તા ખરાબ કરે તેવાં કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે. ધ્યાન રાખવામાં આવે તો શહેરમાં એકપણ ભૂવો શક્ય નથી. તો આજ વિસ્તારમાં ફ્રૂટની લારી લઈને બેસતાં સુરેશભાઈ કહે છે કે ભૂવાના કામ માટે જે માટી અને ઈંટ વપરાય છે. તે વપરાય કે નહીં તે સવાલ છે. RCC કામ કરવાને બદલે ઉપર છલ્લું કામ કરી દેવામાં આવશે તો ફરીથી આ જ જગ્યા પર ભૂવો પડવાની શક્યતા વધારે છે.

જમાલપૂરમાં મસમોટો ભૂવોજમાલપૂર વિસ્તારમાં જળયાત્રા માટે મેયર અને પદાધિકારીઓ જે રૂટ પરથી પસાર થયાં હતા તે જ રૂટ પર મસમોટો ભૂવો પડ્યો છે. જેને કારણે સ્થાનિકો ભયભીત થઈ ગયા છે. જે ભૂવો પડ્યો છે. ત્યાં સરકારી શાળા નંબર 5 આવેલી છે. આજે ભૂવાને કારણે શાળાના બાળકોએ સ્વયં રજા પાડી છે. અહી રહેતાં લોકોને ડર છે કે 1936ના બનેલાં આ મકાન જો પડશે તો શું થશે. કારણ કે જે ભૂવો પડ્યો છે. ત્યાં 100 વર્ષ જૂનું પાણીનું ગરનાળું મળી આવ્યું છે.

સોલા બ્રિજ પર કપચીરાજ
આ તો વાત થઈ ભૂવાની પરંતું અમદાવાદના રોડ રસ્તા પણ બિસ્માર છે. જેની ગવાહી અમદાવાદનો સોલા બ્રિજ આપે છે. સોલા બ્રિજ પરથી પસાર થતાં લોકોએ આંખમાં કપચીના જાય તેનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ રોડનું એવું ધોવાણ થયું છે કે રસ્તા પર કપચી જ જોવા મળે છે. અહીંથી દરરોજ પસાર થતાં અમરભાઈ પણ આ કપચી ઉડવાને કારણે આંખમાં તકલીફ થવાનો અનુભવ કરી ચૂક્યા છે. જેમણે ન્યૂઝ18ને જણાવ્યું કે કોર્પોરેશનને હવે રોડ રસ્તા પર ધ્યાન આપવાની જરુર છે.

અત્યાર સુધી કેટલાં ભૂવા?
ગયા વર્ષે ભૂવાની સંખ્યા જોતાં અમદાવાદના મ્યુ.કમિશનર (ahmedabad municipal commissioner)વિજય નહેરાએ (vijay nehra)તાત્કાલિક મિટિંગ બોલાવી હતી. જેમાં ઈજનેર વિભાગ દ્રારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરાયેલું બતાવ્યું હતું.

મ્યુ.કમિશનરે સ્વીકાર્યું હતું કે અમદાવાદમા ભૂવા પડવા પાછળ 20થી 30 વર્ષ જૂની લાઈનો જવાબદાર છે જે અંગે મ્યુ.કમિશનરે કહ્યું હતું કે હવે AMC આયોજન કરશે  નવી લાઈનો પણ નાંખશે અને ડ્રેનેજ લાઈન નાખનાર એજન્સીની જવાબદારી નક્કી કરશે.

એક રિપોર્ટ મુજબ અમદાવાદ ચાલુ સિઝનમાં 20થી નાના મોટા ભુવાઓ પડ્યા છે. તો છેલ્લા 6 વર્ષમાં 457 ભુવા પડ્યા છે. જેમાં વર્ષ 2018માં 60 વધુ નાના મોટા, વર્ષ 2017માં 111.. વર્ષ 2016માં 58 જ્યારે વર્ષે 2014માં 49 જેટલાં ભૂવા પડ્યા હતા.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading