બિહાર કરતા ગુજરાતમાં વધારે દારુ પીવાય છેઃ સર્વે

News18 Gujarati
Updated: February 24, 2019, 9:14 AM IST
બિહાર કરતા ગુજરાતમાં વધારે દારુ પીવાય છેઃ સર્વે
પ્રતિકાત્મક તસવીર

ગાંધીના ડ્રાયસ્ટેટ ગુજરાતના દારુ અંગેના આંકડા સામે આવ્યો છે. જે ગુજરાતની વરવી વાસ્તવિક્તા છતી કરે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં દારૂબંધીના કડક પાલન માટે કડક કાયદા બનાવવામાં આવે છે. છતાં છાસવારે ટ્રકો ભરીને દારૂ પકડાય છે. તો બીજી તરફ ગાંધીના ડ્રાયસ્ટેટ ગુજરાતના દારુ અંગેના આંકડા સામે આવ્યો છે. જે ગુજરાતની વરવી વાસ્તવિક્તા છતી કરે છે. તાજેતરમાં હાથધરાયેલા સર્વે અનુસાર ગુજરાતમાં 8.10 ટકા લોકોએ ક્યારય પણ દારુનું સેવન કર્યું નથી. જેની સરખામણીએ બિહારમાં દારૂનું સેવન ક્યારેય નહીં કરવાનું પ્રમાણે 7.4 ટકા છે. આમ બિહાર કરતા ગુજરાતમાં દારૂ વધારે પીવાય છે.

ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારથી જ્યારે બિહારમાં 2016ના વર્ષથી દારૂબંધીનો કાયદો છે. દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા ડિસેમ્બર 2018થી ઓક્ટોબર 2018 સુધી હાથ ધરાયેલા સર્વેક્ષણમાં આતારણો સામે આવ્યા છે. જેમાં 10થી75ની વયજૂથને અનેદેશના186 જિલ્લાના 4.73 લાખલોકોને સામેલ કરાયા છે.

આ સર્વેક્ષણ અનુસાર બિહારમાં 1.7 ટકા, ઝારખંડમાં 18.9 ટકા, પશ્વિમ બંગાળમાં 38 ટકા, ગુજરાતમાં 7.2 લોકો દારૂનુ સેવન કરે છે. ભારતની વસતીના 14.60 ટકા એટલે અંદાજે 16 કરોડ લોકો દારૂનું સેવન કરે છે. જેમાંથી5.70 કરોડ વ્યક્તિ તેના બંધાણી થઇ ચૂક્યા છે. અને ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત દારૂ પીનારાઓમાંમહિલાઓ કરતાં પુરુષોનું પ્રમાણ 17 ગણું વધારે છે.

આ પણ વાંચોઃ-ગાંડો વિકાસ! ક્ચ્છના 47 ગામ સંપૂર્ણપણે વેરાન, 106 ગામની વસિત 200થી પણ ઓછી

આ સર્વેક્ષણ અનુસાર દેશમાં 30ટકા વ્યક્તિ દેશી અને 30 ટકા વ્યક્તિ વિદેશી દારૂનું સેવન કરે છે. છત્તીસગઢ, ત્રિપુરા,પંજાબ, અરુણાચલ પ્રદેશમાં દારુનું સેવન કરનારાનું પ્રમાણ સૌથી વધારે છે. દેશના જે રાજ્યમાં અફિણનું સૌથી વધુ સેવન કરવામાં આવતું હોય તેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

 
First published: February 24, 2019, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading