અમદાવાદમાં વધુ 8 સ્થળોનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ, ફટાફટ જોઇ લો યાદી


Updated: July 12, 2020, 10:54 AM IST
અમદાવાદમાં વધુ 8 સ્થળોનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ, ફટાફટ જોઇ લો યાદી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં  172 માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનનો સમાવેશ કરાયો છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં (Ahmedabad) નોવેલ કોવિડ-19 (Covid 19) કેસમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળ્યો છે . પરંતુ શહેરમાં માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમા (Micro Containment Zone) વધારો થઇ રહ્યો છે. શહેરના આઠ સોસાયટી/ વિસ્તાર/ પોળનો માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે . તો ચાર વિસ્તાર / સોસાયટી / ઘરોને માઇક્રો કન્ટેઇમેન્ટમાંથી મુક્તિ અપાઇ છે. આમ અમદાવાદ શહેરમાં  172 માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનનો સમાવેશ કરાયો છે.

અમદાવદા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અનેક પગલા એએમસી દ્વારા લેવામા આવ્યા છે. અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર તથા ઝોનના વિવિધ ડેપ્યુટી કમિશનર, હેલ્થ અધિકારી હાજર રહ્યા હતા. બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શહેરના અગાઉના કન્ટેઇમેન્ટઝોન વિસ્તાર અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. વિસ્તૃત ચર્ચા બાદ વધુ 8 વિસ્તાર માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારના સમાવેશ કરવાનો નિર્ણય કરાયો હતો .અમદાવદા શહેરમાં કુલ 172 માઇક્રો કન્ટેઇમેન્ટઝોન વિસ્તારમાં વધુ 8 વિસ્તારનો ઉમેરો કરાયો છે. તો 4 વિસ્તારને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાઇ છે.

આ પણ વાંચો - કોરોના પોઝિટિવ અમિતાભ બચ્ચનની હાલત સ્થિર, આઇસોલેશન વોર્ડમાં દાખલ

એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તાર ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે . સદર સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલ કોરોના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.આ પણ જુઓ - 

તબીબોના મતે એએમસી દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીના કારણે કોરોના પર નિયંત્રણ મુકવા સફળતા મળી છે . માઇક્ર કન્ટેઇમન્ટ ઝોન અર્થ જ થાય છે સંક્રમણ અટકવાવુ. જેના પગલે એક પછી એક છેલ્લા ૧૦ દિવસથી એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનની યાદી તૈયાર થઇ રહી છે .

આ પણ વાંચો - રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી, જાણી લો મેઘરાજા કયા વિસ્તારોને ઘમરોળશે?
Published by: Kaushal Pancholi
First published: July 12, 2020, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading