...આ તે પોલીસ કે ગુંડા? : રાજય પોલીસના પ્રજા ઉપરના ત્રાસની અરજીઓ ગુંડા કરતાંય વધુ!

News18 Gujarati
Updated: May 6, 2019, 11:01 AM IST
...આ તે પોલીસ કે ગુંડા? : રાજય પોલીસના પ્રજા ઉપરના ત્રાસની અરજીઓ ગુંડા કરતાંય વધુ!
પ્રતિકાત્મક તસવીર

માનવ અધિકાર આયોગને પોલીસ વિરૂધ્ધ 5279 અને અસામાજિક તત્ત્વો વિરૂધ્ધ 2281 અરજીઓ મળી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: હેં ગૃહ રાજ્યમંત્રીશ્રી, આમાં પ્રજા જશે ક્યાં ? આપણા રાજ્યમાં ફરજ બજાવતી પોલીસ દ્વારા જ થતી કનડગત અને ત્રાસદીની લોકોએ કરેલી ફરિયાદની સંખ્યા સામાન્ય ગુંડાઓ કરતા બમણાથી પણ વધુ થવા જાય છે ! જરાક, પોલીસ સુધારણા કે સભ્યતાની દિશામાં પોલીસ કર્મચારીઓને તાલીમ આપવાની જરૂર હોય તેમ નથી લાગતું !!!

સામાન્ય નાગરિકને અસામાજિક તત્વો મારફત હેરાનગતિ થતી હોય કે કાયદાકીય મદદની જરુર પડે ત્યારે પોલીસની મદદ સાંભરે તે સ્વાભાવિક છે. પરંતુ જો 'વાડ જ ચીભડાં ગળતી' હોય તેવા સંજોગોમાં એટલે પોલીસ જ કનડગત કરતી હોય તેવા સંજોગોમાં આમઆદમી જાય ક્યાં ?

આ પણ વાંચો: ગુજરાત ATSની ચાર બહાદુર મહિલા PSI, જંગલમાંથી ઝડપ્યો ખૂંખાર ગુંડો

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને અલગ અલગ મુદ્દે જેવા કે બાળકો, આરોગ્ય, જેલતંત્ર, ગુંડા અને માફિયા તત્વોની કનડગત, પોલીસ અંગે અને અસામાજિક પ્રવૃતિ સંદર્ભે, મહિલાઓ, ધર્મ અને પર્યાવણ સંદર્ભે માનવ અધિકાર ભંગ અંગે રાજ્યભરમાંથી અરજીઓ મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં આયોગને કુલ 16, 641જેટલી અરજીઓ મળી છે. ચોંકાવનારી વાત છે એ કે પોલીસતંત્ર વિરુદ્ધ મળેલી અરજીઓની સંખ્યા ગુંડા અને માફિયા તત્વો વિરુદ્ધ મળેલી અરજીઓની સંખ્યાકરતાં પણ બમણી છે.

આ પણ વાંચો: લાંચના 50 ટકા કેસમાં આરોપીઓને સજા અપાવવામાં એસીબી સફળ

આ આયોગને છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ વિરુદ્ધ 5279 જેટલી અરજીઓ મળી છે. જેમાં સૌથી વધુ અરજીઓ વર્ષ 2016-17 માં 1317 જેટલી હતી. બીજી બાજુ ગુંડા અને માફિયા તત્વોની સતામણી કે ભૂૂગર્ભ પ્રવૃતિઓ અંગે છેલ્લા પાંચ વર્ષમાં મળેલી અરજીઓની સંખ્યા પોલીસની સરખામણીમાં લગભગ અડધી 2282 જેટલી છે. તો બીજી બાજુ જુદા-જુદા જિલ્લા કે શહેરની વાત કરીએ તો વર્ષ 2017-18 માં અમદાવાદ શહેરમાંથી આયોગને 762 જેટલી અરજીઓ મળી હતી. જ્યારે ગાંધીનગરમાંથી 171 અને સુરતમાંથી 157 અરજીઓ મળી હતી.માનવાધિકાર આયોગને છેલ્લા પાંચ વર્ષમાં માફિયા તત્વો કરતાં પણ વધુ પોલીસ તંત્ર વિરુદ્ધ અરજીઓ મળી છે. પોલીસ વિરુદ્ધ મળેલી અરજીઓમાં મુખ્યત્વે સત્તાનો દુરુપયોગ, કાયદેસર ના પગલાં લેવામાં નિષ્ફળતા, ગેરકાયદેસર અટકાયત-ધરપકડ તેમજ સત્તાનો આપખુદ ઉપયોગ જેવા મુદ્દા મુખ્ય છે.
First published: May 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading