અહેમદ પટેલના નિધન પર મોરારિ બાપૂએ શોકાંજલિ પાઠવી, પત્ર લખી પરિવારજનો દિલાસો પાઠવ્યો

અહેમદ પટેલના નિધન પર મોરારિ બાપૂએ શોકાંજલિ પાઠવી, પત્ર લખી પરિવારજનો દિલાસો પાઠવ્યો
અહેમદ પટેલના નિધન પર મોરારિ બાપૂએ પત્ર લખી પરિવારજનો દિલાસો પાઠવ્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલના નિધન પર અનેક રાજકિય નેતા અને સમાજના અગ્રણીઓએ શોકાંજલિ અને શ્રદ્ધા સુમન પાઠવ્યા

  • Share this:
અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલના નિધન પર અનેક રાજકિય નેતા અને સમાજના અગ્રણીઓએ શોકાંજલિ અને શ્રદ્ધા સુમન પાઠવ્યા છે. જાણીતા કથાકાર મોરારિ બાપુએ પણ દુ:ખ વ્યક્ત કરતા અહેમદ પટેલના પરિવારજનોને શોક સંદેશ પાઠવ્યો છે.

મોરારિ બાપુએ અહેમદ પટેલને યાદ કરતા કહ્યું કે,આપના ચીર વિદાય સમાચાર સાથે દુઃખ થયું છે. અમે માનતા હતા કે અહેમદભાઈ ઝડપથી સ્વસ્થ થઈને રાષ્ટ્ર સેવામાં લાગી જાય પરંતુ કુદરતને જે ગમ્યું તે ખરું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. અહેમદ પટેલના નિધન પર શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને મારા તરફથી દિલાસો પાઠવું છું.ગુજરાત વિધાનસભામાં કોગ્રેસ દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાવુક થઇ જણાવ્યું હતુ કે જાહેર જીવનમાં ગુજરાત અને ભારતે મહાન વ્યક્તિ ગુમાવ્યા છે. કોંગ્રેસ સાથે ગુજરાત અને ભારતનો દરેક વ્યક્તિ એમની પાસે જઈ શકતો હતો. બહુ ઓછા વ્યક્તિ જાહેર જીવનમાં મળે છે. એમણે ક્યારેય સત્તા લાલસા નથી રાખી માત્ર સંગઠનનુ કામ કર્યુ છે. અહમદભાઈ આજે નથી અમે મજબૂત નેતા ગુમાવ્યા છે એમની ખોટ પુરી થાય એમ નથી. આદિવાસીના ઘરે લગ્નમાં આવ્યા, મારા જન્મદિવસે આવ્યા હતા. એમના ઘરે મારો જન્મદિવસ એમણે ઉજવ્યો હતો. આજે ધારાસભ્ય અને દંડક એમને આભારી છું.

આ પણ વાંચો - નાંદોદના MLA અહેમદ પટેલ સાથેના સંસ્મરણો વાગોડતા ચોધાર આંસુએ રડી પડ્યા

કોંગ્રેસે એક વરિષ્ઠ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર ગુમાવ્યા - અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એ.આઈ.સી.સી.ના ખજાનચી અને સાંસદ અહેમદભાઈ પટેલ ત્રણ વખત લોકસભાના સાંસદ અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ હતા તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે એક વરિષ્ઠ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર ગુમાવ્યા છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે.

એ.આઈ.સી.સી.ના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવજી શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અહેમદભાઈ પટેલે છેલ્લી ઘડી સુધી મહેનત કરી છે. કોંગ્રેસ પક્ષના નાનામાં નાના કાર્યકર અને પક્ષના સંગઠનમાં કામ કરતા સાથીદારો પ્રત્યે હંમેશા હકારાત્મક વલણના લીધે કોંગ્રેસ પક્ષમાં અને અન્ય પક્ષમાં પણ તેમના માટે ઉચ્ચ દરજ્જાનું માન સ્થાપિત થયું હતું. તેમના જવાથી કોંગ્રેસ પક્ષે એક વરિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે.

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, યુવાનોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને પક્ષમાં તેમને યોગ્ય તક આપવી તે તેમનું સતત યોગદાન રહ્યું છે. પક્ષના કાર્યકરો સાથે અતુટ લાગણીનો નાતો તેમના વ્યક્તિત્વની અલગ ઓળખ છે. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજિક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે.
Published by:Ashish Goyal
First published:November 25, 2020, 21:28 pm

ટૉપ ન્યૂઝ