ખેડૂતો અને ખેલૈયાઓ માટે રાહતનાં સમાચાર, રાજ્ય પરથી હટી વરસાદી સિસ્ટમ

News18 Gujarati
Updated: October 1, 2019, 1:52 PM IST
ખેડૂતો અને ખેલૈયાઓ માટે રાહતનાં સમાચાર, રાજ્ય પરથી હટી વરસાદી સિસ્ટમ
પ્રતિકાત્મક તસવીર

ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને હવે રાજસ્થાન તરફ ફંટાયું છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : રાજ્યનાં (Gujarat) ખેડૂતો અને ખેલૈયાઓ માટે મહત્વનાં સમાચાર આવી રહ્યાં છે. ડિપ્રેશનની સિસ્ટમ (Monsoon System) નબળી પડી છે. ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને હવે રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાયું છે. હજી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે જે બાદ વરસાદની (Monsoon) તીવ્રતા ઘટશે. જેથી ખેડૂતો અને નવરાત્રીનાં ખેલૈયા રાહતનો શ્વાસ લઇ શકશે.

સૌથી વધુ જામનગરમાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં તમામ જીલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.  જો ટકાવારી પ્રમાણે જોઇએ તો જામનગરમાં 181.22%, મોરબીમાં 178.05%, ભરુચમાં 175.86 %, કચ્છમાં 173.77 %, છોટાઉદેપુરમાં 171.63%, દેવભુમી દ્વારકામાં 165.53%, સુરેન્દ્રનગરમાં 155.74%, જુનાગઢમાં 150.11% વરસાદ નોંધાયો છે. રાજ્યનાં તમામ તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 113 તાલુકામાં 40 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં તમામ જીલ્લામાં સરેરાશ 140.16% વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : અતિવૃષ્ટિને કારણે પોતાનો ઊભો પાક બળવાની ભીતિથી અરવલ્લીનાં ખેડૂતે આપઘાત કર્યો

આ પણ વાંચો : બારડોલીવાસીઓ વરસતા વરસાદમાં પણ ઘૂમ્યાં ગરબે, આ વીડિયો જોઇને તમે પણ ઝૂમી ઉઠશો

રાજયમાં કુલ 204 જળાશયોમાં 92.35 ટકા પાણીનો જથ્થો જો રાજ્યનાં જળાશયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 65 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 97.86 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 98.20 ટકા, કચ્છનાં 20 ડેમમાં 76.87 ટકા તેમજ સૌરાષ્ટ્રનાં 139 જળાશયોમાં 90 ટકા આમ રાજયમાં કુલ 204 જળાશયોમાં 92.35 ટકા પાણીનો જથ્થો હાલ છે.  ગત વર્ષે 30 સપ્ટેમ્બરની સ્થિતિ માત્ર 54.99 ટકા પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો. ત્યારે આ વખતે 92 ટકા પાણીનો જથ્થો છે.
First published: October 1, 2019, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading