રાજ્યમાં 24 કલાકમાં 40 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ; ભાણવડમાં કાર પાણીમાં તણાઈ

News18 Gujarati
Updated: June 9, 2020, 11:32 AM IST
રાજ્યમાં 24 કલાકમાં 40 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ; ભાણવડમાં કાર પાણીમાં તણાઈ
કાર પાણીમાં તણાઈ.

મંગળવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યમાં 112 તાલુકામાં વરસાદ, સૌથી વધારે વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચાર ઇંચ નોંધાયો.

  • Share this:
અમદાવાદ : મંગળવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્ય (Gujarat State Rain)માં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટ જિલ્લા (Rajkot District)ના ગોંડલ (Gondal)માં ચાર ઇંચ નોંધાયો છે. જ્યારે ભાવનગર (Bhavnagar) તાલુકાના અને વલ્લભીપુરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર (Saurashtra)ની વાત કરવામાં આવે તો 29 તાલુકામાં સરેરાશ એકથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 40 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે નવ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં વરસાદને કારણે એક કાર પાણીમાં તણાઈ (સ્ટોરીના અંતમાં જુઓ વીડિયો) હોવાના સમાચાર સામે આવ્યા છે.

કાર પાણીમાં તણાઈ

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામ ખાતે ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે બજારોમાં પાણીની નદીઓ વહી હતી. અનરાધારા વરસાદથી પાણીના વહેણમાં એક કાર તણાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર પાણીને વહેણમાં તણાઈને જઈ રહી છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો : ધોરણ-10 પરિણામ : 291 સ્કૂલનું 100% પરિણામ, 174 સ્કૂલનું પરિણામ 0%

ક્યાં કેટલો વરસાદ?

તાલુકો------ વરસાદ (mm) 

ગોંડલ---------- 100
વલ્લભીપુર----- 86
ભાવનગર------ 83
સાવરકુંડલા---- 82
ખંભાળિયા----- 76
ભેસાણ-------- -73
માળિયા-મિયાળા-- 60
ઉમરાળા-------- 67
તાલાલા-------- 55આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બેથી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, જામનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત અને તેની આસપાસનાં વિસ્તારમાં દરિયા કિનારાથી 3.1 કિલોમીટરનાં અંતરે અપરએર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસરને પગલે આગામી બે દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી મધ્યમ વરસાદ પડી શકે છે.
First published: June 9, 2020, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading