અમદાવાદ: ત્રણ લોકોની ટોળકી આ રીતે વૉચ ગોઠવીને ATM ખોલી કરતી હતી ચોરી


Updated: October 27, 2020, 12:01 PM IST
અમદાવાદ: ત્રણ લોકોની ટોળકી આ રીતે વૉચ ગોઠવીને ATM ખોલી કરતી હતી ચોરી
પ્રતિકાત્મક તસવીર

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે એક શખ્સ એટીએમ સેન્ટરની બહાર ઊભો રહેતો અને બીજો શખ્સ અંદર મશીન પાસે ઊભો રહેતો હતો. જ્યારે ત્રીજો શખ્સ મશીન ખોલીને પૈસા કાઢી લેતો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના સોલા વિસ્તાર (Sola-Ahmedabad)માં આવેલા કેનેરા બેંકના એટીએમ (Canra Bank ATM)માં ચેડા કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી કેમેરા (CCTV Camera)માં ત્રણ શખ્સની શંકાસ્પદ કામગીરી ધ્યાને આવતા તપાસ કરવામાં આવી હતી. જેના આધારે એટીએમ મશીનમાંથી રૂ. 1.62 લાખ કાઢી લીધા હોવાનું બહાર આવ્યું હતું. બેંકના મેનેજરે સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station)માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઠગો પહેલા કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને બાદમાં મશીન ખોલીને પૈસા કાઢી લેતા હતા.

સોલા સાયન્સ સીટી રોડ પર આવેલી કેનેરા બેંકના મેનેજર મનીષ રાયે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ ચોથી ઓક્ટોબર રોજ બેંગલુરુ હેડ ઓફિસથી ઈ-મેલ આવ્યો હતો કે, બ્રાન્ચના એટીએમમાંથી 24 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર વચ્ચે કુલ 14 વ્યવહાર થયા છે. જેના સીસીટીવી જોતા એટીએમ આગળ ત્રણ શખ્સ ઊભા રહી અને શંકાસ્પદ રીતે મશીનમાંથી પૈસા કાઢવા કાર્ડ નાખી બાદમાં મશીનની કોન્ફિડેન્શિયલ સ્વીચ બંધ કરીને પૈસા કાઢી રહ્યાનું માલુમ પડે છે.

આ પણ વાંચો:


આ ઉપરાંત ગોતા ખાતે આવેલી બ્રાન્ચના એટીએમમાં પણ તપાસ કરતા પાંચ જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૂ. 41,000 ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેથી બંને એટીએમમાંથી ત્રણ અજાણ્યાં શખ્સે કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરી અને બાદમાં મશીનમાંથી પૈસા કાઢી છેતરપિંડી કરતા હતા. સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ-

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે એક શખ્સ એટીએમ સેન્ટરની બહાર ઊભો રહેતો અને બીજો શખ્સ અંદર મશીન પાસે ઊભો રહેતો હતો. જ્યારે ત્રીજો શખ્સ મશીન ખોલીને પૈસા કાઢી લેતો હતો. જોકે, આટલા દિવસોથી આ કૌભાંડ આચરવામાં ટોળકી સફળ થઈ પણ બેન્ક સત્તાધીશોને જાણ કેમ ન થઈ તે પણ એક સવાલ છે.
Published by: Vinod Zankhaliya
First published: October 27, 2020, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading