અમદાવાદઃ દારૂના નશામાં Valentine day પર મુંબઈની યુવતી સાથે કોન્ટ્રાક્ટરે આચર્યું દુષ્કર્મ, સાથે આવેલી યુવતીએ કરી મદદ

અમદાવાદઃ દારૂના નશામાં Valentine day પર મુંબઈની યુવતી સાથે કોન્ટ્રાક્ટરે આચર્યું દુષ્કર્મ, સાથે આવેલી યુવતીએ કરી મદદ
પ્રતિકાત્મક તસવીર

કેટરીંગનુ કામ પત્યા બાદ આરોપીએ યુવતી સાથે દારુની પાર્ટી કરી અને યુવતીને દારૂના નશામાં ધૂત કરી તેની સાથે શાહીલ શેખ, તસ્કીલ ઉર્ફે શકિલુદ્દિન કુરેશીએ એક પછી દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
અમદાવાદ: શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુંબઈથી કેટરીંગના કામ માટે બોલાવેલી યુવતી (Mumbai girl) સાથે તેના કોન્ટ્રાક્ટરે (contractor) જ નશાની હાલતમાં બળાત્કાર કર્યો હતો. કોન્ટ્રાક્ટરની સાથે અન્ય એક મિત્રએ પણ બળાત્કાર ગુજાર્યો જેમાં એક યુવતીએ પણ મદદ કરી હતી. જેને લઈ પોલીસે ગેંગરેપની (gang rape) ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈની 19 વર્ષીય યુવતી પર ગેંગરેપની ઘટના બની છે. કેટરિંગનું કામ આપવા માટે યુવતીને અમદાવાદ બોલાવી હતી. યુવતી  વેલેન્ટાઈનના દિવસે કેટરીગના કામ માટે બોલાવી હતી જોકે નરાધમોએ કેટરીગ કામ પુરુ થયા બાદ ગેંગ રેપ કર્યો હતો. કેટરીંગનુ કામ પત્યા બાદ આરોપીએ યુવતી સાથે દારુની પાર્ટી કરી અને યુવતીને દારૂના નશામાં ધૂત કરી તેની સાથે શાહીલ શેખ, તસ્કીલ ઉર્ફે શકિલુદ્દિન કુરેશીએ એક પછી દુષ્કર્મ આચર્યું હતું.આ બળાત્કારમાં સુરતની વતની અને આરોપીની સાથે આવેલી યુવતી તસ્લીમ ઉર્ફે તાનિયા જાવેદે પણ મદદગારી કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં હકકિત જાહેર કરતા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં બે આરોપી નજરકેદ કર્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

યુવતીની પૂછપરછમાં સામે આવ્યું કે શાહપુરનો તસ્કીલ ઉર્ફે શકીલુદિન કુરેશી એ કેટરિંગ માટે અમદાવાદ બોલાવ્યા હતા. યુવતીની સાથે અન્ય 4 યુવતિઓ પણ આવી હતી. યુવતીને નારોલ પાસે એક આકૃતિ ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. વેલેન્ટાઈન ડેના દિવસે સાંજે નરાધમ તસ્કીલ કુરેશી અને કોન્ટ્રાક્ટર શાહીલ શેખ તાનિયાને લઈ પાર્ટી કરવા આવ્યા હતા.

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

જ્યાં યુવતીને કેફી પીણું પીવડાવ્યું અને ત્યારબાદ સુરતની રહેવાસી મહિલા તસ્લીમ ઉર્ફે તાનિયા જાવેદે ભોગ બનનાર યુવતીને પકડી રાખી અને બે નરાધમોએ એક પછી એક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.  જેમાં પોલીસે બંને તસ્કીલ અને તાનિયાની ઝડપી પાડી નજરકેદ કર્યા છે. જ્યારે ફરાર કોન્ટ્રાક્ટર શાહીલની શોધખોળ હાથ ધરી છે. તેને પકડવા પોલીસે ટીમ મોકલી તપાસ શરૂ કરી છે.ગેંગ રેપના ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી પાડી નરાધમોના અને ફરિયાદીના મેડિકલ પરિક્ષણ શરૂ કર્યા છે. અને પુરતા પુરાવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. ઉપરાંત પોલીસ તે વાતની ધ્યાન રાખી રહી છે કે ગેંગ રેપ જેવા ગંભીર ગુનાની તપાસમાં કોઈ ચુક ન રહી જાય. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે.
Published by:ankit patel
First published:February 16, 2021, 16:38 pm

ટૉપ ન્યૂઝ