Home /News /madhya-gujarat /Ahmedabad: 'જો તું મારી સાથે સેટિંગ નહિ કરે તો તારા ઘરવાળા ને મારી નાંખીશ', નરાધમોએ આચર્યું દુષ્કર્મ

Ahmedabad: 'જો તું મારી સાથે સેટિંગ નહિ કરે તો તારા ઘરવાળા ને મારી નાંખીશ', નરાધમોએ આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: પહેલા કાકાના (Uncle) મિત્રએ ધમકી આપી શારીરિક સંબંધ (physical relation) બાંધ્યો બાદમાં આ અન્ય એક આરોપીએ આ વાત સગીરાના પરિવારજનોને કરી દેવાની ધમકી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો.

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર (krishnanagar) વિસ્તારમાં હવસના ભૂખ્યા હવસ ખોરો એ હવસની ભૂખ (rape on minor girl) સંતોષવા માટે સગીરાને ભોગ બનાવી છે. પહેલા કાકાના મિત્રએ ધમકી આપી શારીરિક સંબંધ (physical relation) બાંધ્યો બાદમાં આ અન્ય એક આરોપીએ આ વાત સગીરાના પરિવારજનોને કરી દેવાની ધમકી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. જો કે આરોપીઓની કરતૂતથી કંટાળીને અંતે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરાવવામાં આવી છે.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી સગીરાના ઘરે અવર જવર કરતા તેના કાકાના મિત્રએ આઠેક મહિના પહેલા સગીરાને તેની સાથે સેટિંગ કરવા માટે કહ્યું હતું. જો કે સગીરાએ ના પાડતા આરોપી એ તેને ધમકી આપી હતી. કે જો તું મારી સાથે સેટિંગ નહિ કરે તો તારા ઘર વાળાને હું જાન થી મારી નાંખીશ. જો કે આરોપી ની ધમકી થી સગીરા ગભરાઈ ગઈ હતી. બાદ માં આરોપી તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરતો હતો.

છ મહિના પહેલા તેનો મેસેજ આવ્યો હતો કે તારા કાકાના બૂટ મારા ઘરે રહી ગયેલ છે, તું આવીને લઈ જજે. સગીરા બપોરના અઢી વાગ્યાની આસપાસ આરોપીના ઘરે બૂટ લેવા ગઈ ત્યારે તેણે એકલતાનો લાભ લઈને તેની સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આરોપીએ ક્યારેય સગીરાને બોલાવી પણના હતી અને મેસેજ પણ કરતોના હતો.

જ્યારે વીસેક દિવસ પહેલા બપોરે સવા ત્રણેક વાગ્યાની આસપાસ સગીરા જ્યારે ટ્યુશન જઈ રહી હતી ત્યારે આરોપીનો મિત્ર એ તેની સાથે ફ્રેન્ડ શિપ કરવાની વાત કરી હતી. જો કે સગીરાએ ના પાડતા ધમકી આપી હતી કે હકીકત તેના ઘરે જણાવી દેશે.

આ પણ વાંચોઃ-Surat News: ભરબપોરે આગડિયા પેઢીમાં પાંચ અજાણ્યા લોકોએ અણીએ ચલાવી કરોડોની લૂંટ

આવું કહીને તેણે સગીરાને બીજે દિવસે મળવા બોલાવી હતી. જ્યાં આ આરોપી અને તેનો મિત્ર ગાડી લઈને આવ્યા હતા. અને રીંગ રોડ થી દહેગામ જવાના રોડ પર એક બિલ્ડિંગ ના પાર્કિંગ માં લઈ ગયા હતા. જ્યાં આ આરોપી એ સગીરા સાથે જબરજસ્તી થી શારીરિક સંબંધ બાંધીને તેને પરત મૂકી ગયા હતા.

આ પણ વાંચોઃ-Rajkot: '..બધાના પૈસા આપી દેજે.. હું દવાનું પગલું ભરું છું', મહિલા કોંગી અગ્રણી સહિત 12ના ત્રાસથી પ્રૌઢે કર્યો આપઘાત

જો કે બે દિવસ પહેલા આ બન્ને આરોપીઓ અવાર નવાર સગીરાને મેસેજ કરીને મળવા માટે બોલાવતા હતા. જેથી સગીરાએ કંટાળીને આ બાબતની જાણ તેના પરિવાર જનોને કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ એ ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news, Minor Rape Case