જેએનયૂમાં ફરી વિવાદનું તોફાન, મોદીને રાવણના રૂપમાં દર્શાવી કર્યું પૂતળા દહન

Haresh Suthar | Pradesh18
Updated: October 13, 2016, 1:01 PM IST
જેએનયૂમાં ફરી વિવાદનું તોફાન, મોદીને રાવણના રૂપમાં દર્શાવી કર્યું પૂતળા દહન
જેએનયૂ ફરી એકવાર વિવાદમાં છે. જેએનયૂમાં એનએસયૂઆઇના કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણના રૂપમાં દર્શાવી પૂતળા દહન કર્યું છે. અનિલ મીણા નામના શખ્સે આ પૂતળા દહનનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. તે પોતાને એનએસયૂઆઇનો કાર્યકર્તા બતાવી રહ્યો છે. આ ઘટના સામે આવતાં જેએનયૂના વીસીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

  • Pradesh18
  • Last Updated: October 13, 2016, 1:01 PM IST
  • Share this:
નવી દિલ્હી #જેએનયૂ ફરી એકવાર વિવાદમાં છે. જેએનયૂમાં એનએસયૂઆઇના કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણના રૂપમાં દર્શાવી પૂતળા દહન કર્યું છે. અનિલ મીણા નામના શખ્સે આ પૂતળા દહનનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. તે પોતાને એનએસયૂઆઇનો કાર્યકર્તા બતાવી રહ્યો છે. આ ઘટના સામે આવતાં જેએનયૂના વીસીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

જેએનયૂમાં દહન કરાયેલા પૂતળામાં 10 માથા બનાવાયા હતા. જેમાં અમિત શાહ, બાબા રામદેવ, આસારામ સહિતના ચહેરા ચીપકાવાયા હતા. તો એનએસયૂઆઇનું કહેવું છે કે, અમે રાવણ નહીં પરંતુ પીએમનું પૂતળા દહન કર્યું છે.

એનએસયૂઆઇના જેએલયૂ અધ્યક્ષ એજાજ અલી શાહે કહ્યું કે, અમે વડાપ્રધાનનું અપમાન નથી કરી રહ્યા, અમે મોદીજીનું પૂતળા દહન કર્યું છે નહીં કે રાવણનું. પૂતળા દહન એટલા માટે કર્યું છે કે, એમણે જે વચન આપ્યા હતા એ પૂરા કર્યા નથી. જુઠ્ઠાણા પર જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે. અમારો વિરોધ એ વાત પર છે કે અમે ઇચ્છીએ છીએ કે જનતાને બેવકૂફ ના બનાવો. જ્યાં સુધી તેઓ પોતાના વચનો પુરા નહીં ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ જ રહેશે. માત્ર મોદીજી જ નહીં, એ દરેક વ્યક્તિ જે જનતા અને દેશહિતમાં નથી. અમે એમની વિરૂધ્ધ જઇશું.

તો બીજી તરફ આ સમગ્ર મામલો સામે આવતાં જેએનયૂ દ્વારા તપાસના આદેશ અપાયા છે. વાઇસ ચાન્સેલર એમ જગદેશ કુમારે કહ્યું કે, જેએનયૂમાં પૂતળા દહનની ઘટના અમારી જાણમાં આવી છે અને અમે તપાસના આદેશ આપ્યા છે.
First published: October 13, 2016
વધુ વાંચો
अगली ख़बर