ભીડ વચ્ચે ઉભેલા મોટા ભાઈ પાસે પહોંચ્યા મોદી, પગે પડીને લીધા આશીર્વાદ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 14, 2017, 6:08 PM IST
ભીડ વચ્ચે ઉભેલા મોટા ભાઈ પાસે પહોંચ્યા મોદી, પગે પડીને લીધા આશીર્વાદ

  • Share this:
PM બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી  મતદાન આપવા માટે પહોચ્યાં હતાં. મોદીએ અમદાવાદના રાણીપથી મતદાન કર્યું હતું. તેઓ કોમન મેન બનીને લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતું.  નિશાન સ્કૂલમાં પોતાનો કિંમતી મત  આપી આંગળી પર નિશાન બતાવ્યું હતું અને લોકોને મત આપવાની અપીલ કરી હતી. તેમને ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવતા વોટ આપતા પહેલા તેમના મોટા ભાઈના પગે પડીને આશીર્વાદ પણ લીધા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 14 જિલ્લાઓની 93 સીટો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતની મોટાભાગની સીટો પર સવારથી જ લોકો વોટ નાંખવા માટે પહોંચી ગયા હતા. બીજા તબક્કાના મતદાનમાં સરેરાશ 70 ટકા વોટિંગ થયું છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાણીપમાં વોટ નાંખવા માટે પહોંચ્યા હતા. વોટ આપવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉમટી પડેલી ભીડ વચ્ચે મોદીના મોટા ભાઈ સોમાભાઈ પણ ઉભા હતા. સિક્યુરિટીના ઘેરાને તોડીને નરેન્દ્ર મોદી તેમના ભાઈ સોમાભાઈ પાસે પહોંચ્યા અને વોટ નાંખ્યા પહેલા તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

મહત્વનું છે કે આજે બીજા તબક્કાનું મતદાન હોવાથી મોદી પોતાની ફરજ બજાવવા ગુજરાત આવ્યા હતા. તેમણે અમદાવાદના રાણીપ મત વિસ્તારના નિશાન સ્કૂલમાં પોતાનો મત આપ્યો હતો.તો સમગ્ર રસ્તામાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા જામ્યા હતા. પણ તેમણે સામાન્ય મતદારની જેમ તેમણે લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો.

 

 
First published: December 14, 2017, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading