મોદી અને ઇઝરાયેલના પીએમ અમદાવાદમાં કરશે રોડ શો, જાણો આખો કાર્યક્રમ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 9, 2018, 4:57 PM IST
મોદી અને ઇઝરાયેલના પીએમ અમદાવાદમાં કરશે રોડ શો, જાણો આખો કાર્યક્રમ
મોદીના ઇઝરાયેલ પ્રવાસની ફાઈલ તસવીર

બંને નેતાઓ 11.15 વાગ્યે ગાંધી આશ્રમ પહોંચશે. અહીં તેઓ 11.50 સુધી રોકાશે.

  • Share this:
ગાંધીનગરઃ આગામી 17મી જાન્યુઆરીએ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ અને પીએમ મોદી અમદાવાદની મુલાકાતે પધારશે. મોદી સવારે 10 વાગ્યે જ અમદાવાદ આવી પહોંચશે, જ્યારે ઇઝરેયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ 10.30 વાગ્યે એરપોર્ટ આવી પહોંચશે. એરપોર્ટથી બંને ખુલ્લી જીપમાં એક રોડ શો કરશે. બંને નેતાઓ એરપોર્ટથી રોડ શો કરીને ગાંધી આશ્રમ પહોંચશે. એરપોર્ટથી ડફનાળા, ત્યાંથી રિવરફ્રન્ટ થઈને નારાયણ ઘાટ, નારાયણ ઘાટથી સુભાષ બ્રિજ થઈને ગાંધી આશ્રમ પહોંચશે.

ગાંધી આશ્રમ ખાતે 35 મિનિટ રોકાશે

બંને નેતાઓ 11.15 વાગ્યે ગાંધી આશ્રમ પહોંચશે. અહીં તેઓ 11.50 સુધી રોકાશે. આ દરમિયાન બંને નેતાઓ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, હૃદયકુંજની મુલાકાત લેશે તેમજ ચરખો કાંતશે અને પ્રદર્શન નિહાળશે. PM ને ગાંધી આશ્રમ તરફથી સત્યના પ્રયોગો ભેટ અપાશે.

ગાંધી આશ્રમથી બંને હેલિકોપ્ટર મારફતે બાવળા જશે

અહીં આઇક્રેઅટ સેન્ટર ઉપર 12.30 વાગ્યે પહોંચશે. આઈક્રેઅટ સેન્ટરમાં 1500થી વધુ ગુજરાતના ઉદ્યોગપતિઓ હાજરી આપશે. જેમાં ઝાયડ્સમાંથી પંકજ પટેલ, ટોરેન્ટમાંથી સુધીર મેહતા, અરવિંદમાંથી સંજય લાલ, ફિક્કી પ્રમુખ રાજીવ વસ્તુપાલ, નિરમામાંથી કરશન પટેલ, અદાણીમાંથી ગૌતમ અદાણી, એસ્સારમાંથી શશી રુઇયા, સૂઝલોનમાંથી તુલસી તંતી હાજર રહશે.

બાવળામા સીઈઓ લંચનું આયોજન પણ કરાયુંબાવળા ખાતે બંને નેતાઓ માટે લંચનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં 2 વાગ્યે તેઓ બળવાથી હેલિકોપ્ટર દ્વારા સાબરકાંઠાના વડરાજ પહોંચશે. અહીં કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કૃષિ યુનિ.ના કુલપતિઓ, કૃષિ નિષ્ણાત ખેડૂતોને પણ આમંત્રણ આપવામાં આશે. આ કાર્યક્રમ એક કલાકની આસપાસ ચાલશે. બાદમાં સાંજે 4.45 વાગ્યે બંને પીએમ હેલિકોપ્ટરથી સીધા અમદાવાદ એરપોર્ટ આવશે અને અહીંથી દિલ્હી જવા રવાના થશે.
First published: January 9, 2018, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading