અમદાવાદઃ સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના અનાવરણ માટે વડાપ્રધાન મોદી બુધવારે રાત્રે જ ગુજરાત પહોંચી ગયા છે. ગુરુવારે સવારે તેમણે ટ્વિટ કરીને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મતિથિએ તેમજ પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની મૃત્યુતિથિએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુરુવારે સવારે મોદીએ એક પછી એક એમ બે ટ્વિટ કર્યા હતા.
પ્રથમ ટ્વિટમાં મોદીએ લખ્યું કે, "દેશને એકતાના સૂત્રમાં બાંધનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને જન્મ જયંતિ પર કોટી કોટી નમન." બીજા ટ્વિટમાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંલિ અર્પતા મોદીએ લખ્યું કે, "આપણાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની મૃત્યુતિથીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
રાજભવન ખાતે સીએમ રૂપાણી સાથે બેઠક કરી
નરેન્દ્ર મોદી બુધવારે રાત્રે જ અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગર આવી પહોંચ્યા હતા. અહીં રાજભાવન ખાતે તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું. રાજભવન ખાતે આવી પહોંચ્યા બાદ તેમણે સીએમ વિજય રૂપાણી સાથે ઔપચારિક બેઠક કરી હતી.
રાજભવન ખાતે મોદીએ વહેલા ઉઠી જવાનો પોતાનો નિત્યક્રમ જાળવ્યો હતો. ગુરુવારે સવારે નિત્યક્રમ મુજબ તેઓ વહેલી સવારે ચાર વાગ્યા ઉઠી ગયા હતા. બાદમાં તેમણે યોગ કરવાનો તેમનો નિત્યક્રમ જાળવી રાખ્યો હતો. મોદીએ રાજભવનની લોનમાં આસન પાથરીને કુદરતી વાતાવરણમાં યોગ કર્યા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી દરરોજ સવારે યોગ કરે છે.
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
હીરાબાને મળવા ન ગયા
એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે નરેન્દ્ર મોદી મોડી રાત્રે અથવા વહેલી સવારે ગાંધીનગર ખાતે રહેતા તેમના માતાશ્રીને મળવા માટે જશે. જોકે, તેઓ તેમને મળવા માટે ગયા ન હતા. રાજભવન ખાતે પોતાનો નિત્યક્રમ પતાવીને તેઓ કેવડિયા જવા માટે રવાના થયા હતા.
મોદીનો આજનો કાર્યક્રમ
7:45 કલાકે રાજભવનથી સચિવાયલ હેલિપેડ જશે PM.
9:00 કલાકે કેવડિયા હેલીપેડ પર આગમન.
9:10 કલાકે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત.
9:30 કલાકે ટેન્ટસિટી પર આગમન.
9:30થી 9:50 ટેન્ટસિટીની લેશે મુલાકાત.
10:10 કલાકે સભા સ્થળ પર આગમન.
10:20 કલાકે વોલ ઓફ યુનિટી પર કાર્યક્રમ.
11:35 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કરશે લોકાર્પણ.
11:45 કલાકે મ્યુઝિયમની લેશે મુલાકાત.
12:15 કલાકે કેવડિયા કોલોનીથી જશે વડોદરા.
12:55 કલાકે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર