હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને જન્મ દિવસે આશીર્વાદ આપી સુખડી પણ ખવડાવી

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૬૭મો જન્મ દિવસ છે ત્યારે આજે વહેલી સવારે પી.એમ. નરેન્દ્ર મોદી પી.એમ નહિ પરંતુ એક સામાન્ય માણસ બની પોતાની માતા હીરાબાના આશીર્વાદ લેવા પોતાના ભાઈના ઘરે ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં ૨0 મિનીટ સુધી નરેન્દ્ર ભાઈએ માતા, ભાઈ અને પરિવાર સાથે વાતો કરી હતી.

દેશના વડપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો ૬૭મો જન્મદિવસ આજે માતા હીરાબા ના આશીર્વાદના પગલે વિશેષ બની ગયો છે. જ્યાં વહેલી સવારે નરેન્દ્ર મોદી ગાંધીનગર રાયસણ પાસે આવેલ વૃંદાવન બંગલોમાં પોતાની માતા હીરાબા પાસે પહોચ્યા હતા. માતા હીરાબા ના આશીર્વાદ અને પરિવાર સાથે ક્ષણો વિતાવવા માટે પી.એમ મોદીએ પ્રોટોકોલ તોડીને માતાના આશીર્વાદ લેવા માટે પહોચી ગયા હતા.
નરેન્દ્રભાઈ મોદીને આજે માતા હીરાબાએ આશીર્વાદની સાથે સાથે સુખડી પણ ખવડાવી હતી ત્યારે ૨૦ મિનીટ સુધી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો અને પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો.
નરેન્દ્ર ભાઈ મોદી પોતાના માતા હીરાબા અને પરિવાર સાથે ની ૨૦ મિનીટ ની મુલાકાત બાદ રાજભવન પરત ફર્યા હતા અને ત્યાં ચીફ જસ્ટીસ ને મળ્યા બાદ હેલીકોપ્ટર મારફતે લીમખેડા જવા રવાના થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર