અમદાવાદઃ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બનશે. આ માટેની તમામ તૈયારીઓ પુરી તઈ ગઈ છે. બંને નેતાઓ અમદાવાદમાં રોડ શો કરશે. બાદમાં બાવળા ખાતે આઈક્રિએટમાં હાજરી આપશે. બપોર પછી બંને નેતાઓ સાબરકાંઠાના વડરાદ ખાતે પહોંચશે.
એરપોર્ટ પર બંને પ્રધાનમંત્રીના વિમાનને અપાશે પ્રાથમિકતા
પી.એમ.ના વિમાનના લેન્ડિંગ સમયે અન્ય વિમાનને નહીં કરાય લેન્ડ
અન્ય ફ્લાઇટના લેન્ડિંગ સમયમાં કરાશે ફેરફાર
અન્ય ફ્લાઈના સમયમાં ફેરફાર કરતા મોડી પડશે
એરપોર્ટથી પીએમના કાફલો નીકળ્યા સમયે તમામ વાહનોને રોકવામાં આવશે
કાફલો પસાર થાય બાદ વાહનોને કરાશે પસાર
મોદી અને નેતન્યાહૂનો કાર્યક્રમ
- 17મીએ સવારે 10 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી આવશે.
- ઇઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહૂ 10.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે.
- એરપોર્ટથી બંને પીએમ ખુલ્લી જીપમાં ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે.
- 11.15 વાગ્યે ગાંધી આશ્રમ પહોંચશે, 11.50 સુધી ગાંધી આશ્રમમાં રહશે.
- ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, હૃદયકુંજની મુલાકાત લેશે સાથે ચરખો કાંતશે અને પ્રદર્શન નિહાળશે.
- PMને ગાંધી આશ્રમ તરફથી સત્યના પ્રયોગો ભેટમાં અપાશે.
- ગાંધી આશ્રમથી હેલિકોપ્ટર મારફતે બાવળા જશે.
- બાવળા આઇક્રિએટ સેન્ટર ઉપર 12.30 વાગ્યે પહોંચશે.
- આઈક્રિઅેટ સેન્ટરમાં 1500થી વધુ ગુજરાતના ઉદ્યોગપતિઓ હાજરી આપશે.
- બાવળામાં જ સીઈઓ લંચનું આયોજન પણ કરાયું છે. જેમાં બંને દેશોના પીએમ સાથે લંચ લેશે.
- 2 વાગ્યે બંને નેતાઓ બળવાથી હેલિકોપ્ટર દ્વારા સાબરકાંઠા વડરાજ પહોંચશે.
- અહીં કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાતો, કૃષિ યુનિ.ના કુલપતિઓ, કૃષિ નિષ્ણાત ખેડૂતોને પણ આમંત્રણ અપાશે.
- એક કલાકની આસપાસનો કાર્યક્રમ રહેશે.
- બાદમા 4.45 બંને પીએમ હેલિકોપ્ટરથી સીધા અમદાવાદ એરપોર્ટ આવશે.
- અમદાવાદ એરપોર્ટ થી સીધા દિલ્હી રવાના થશે.