રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: August 27, 2019, 10:03 AM IST
રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર

બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સર્જાયું છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સર્જાયું છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આની સાથે સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ગઇકાલથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. (આ પણ વાંચો : કડાણા ડૅમના તમામ 16 દરવાજા ખોલાયા, મહીસાગરના કાંઠનાં 40 ગામો ઍલર્ટ પર)

વરસાદની આગાહી

આજે એટલે 27મી તારીખે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તાર અને દાદરા નાગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર, દક્ષિણ અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ તમામ જિલ્લાઓ તથા કચ્છમાં પણ વરસાદ વરસવાની આગાહી છે. આવતી કાલે બુધવારે સૌરાષ્ટ્ર અને દિવનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી સહિત દમણની સાથે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : સરદાર સરોવર 133.84 મીટરની ઐતિહાસિક સપાટીએ, ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીને પાર

રોગચાળાએ ઉંચક્યું માથુ

ચોમાસામાં રાજ્યભરમાં રોગચાળો પણ વકર્યો છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા સોમવારે રોગચાળાના આંકડા જાહેર કરાયા હતા. 1થી 14 ઓગસ્ટના સમયગાળામાં શહેરમાં સાદા મેલેરિયાના 598, ઝેરી મેલેરિયાના 28, ડેન્ગ્યૂના 109 અને ચીકનગુનિયના ચાર દર્દી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા ચાર ગણી માનવામાં આવી રહી છે. છેલ્લા 24 દિવસમાં ઝાડાઉલટીના 415, કમળાના 270 અને ટાઇફોઇડના 441 દર્દી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શહેરમાં છેલ્લા બે અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળાનાં કેસો વધ્યા છે. ગત વર્ષ ઓગસ્ટ 2018ની સરખામણીએ ઓગસ્ટ 2019માં મચ્છરજન્ય રોગચાળાનાં દર્દીની સંખ્યા ઓછી છે પણ ઓગસ્ટ પૂર્ણ થતાં તે સંખ્યા વધે તેવી સંભાવના છે. ગત વર્ષ ઓગસ્ટમાં મેલેરિયાના 2140 કેસ નોંધાયા હતા જેની સામે આ વર્ષે ઓગસ્ટમાં 598 કેસ નોંધાયા છે.
First published: August 27, 2019, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading