અમદાવાદઃ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર આતંક મચાનારા જયલો અને સત્યા ઝડપાયા, મોબાઈલોનો 'ઢગલો' મળ્યો

અમદાવાદઃ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર આતંક મચાનારા જયલો અને સત્યા ઝડપાયા, મોબાઈલોનો 'ઢગલો' મળ્યો
પકડાયેલા આરોપીઓની તસવીર

આ બંને આરોપીઓ બપોરના સમયે વસ્ત્રાપુર, સેટેલાઈટ, આનંદ નગર, ઘાટલોડીયા, સરખેજ અને બોપલ- શેલા જેવા વિસ્તારોમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ (construction site) પર રેકી કરતા હતા. અને વહેલી સવારે મોબાઇલ ફોનની ચોરી કરતા હતા.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને (Ahmedabad crime branch) એવા બે મોબાઈલ ચોર (mobile thief) પકડવામાં સફળતા મળી છે કે જીવો બપોરના સમયગાળા દરમિયાન કન્ટ્રકશન સાઈટની રેકી કરતા અને સવારમાં તે પહોંચી જઈને ઊંઘી રહેલા કર્મચારીઓના મોબાઇલની ચોરી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને 150 જેટલા ગુનાનો ભેદ ઉકેલીને 107 ચોરીના મોબાઇલ (Mobile) કબ્જે કર્યા છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચે વેજલપુર વિસ્તારમાં રહેતા જયેશ ઉર્ફે જયલો નાયક અને સતીશ ઊર્ફે સત્યા પરમારની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ બપોરના સમયે વસ્ત્રાપુર, સેટેલાઈટ, આનંદ નગર, ઘાટલોડીયા, સરખેજ અને બોપલ- શેલા જેવા વિસ્તારોમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ (construction site) પર રેકી કરતા હતા.અને વહેલી સવારે મોબાઇલ ફોનની ચોરી કરતા હતા. જોકે આ બંને આરોપીઓ વેપાર ધંધો કરતા વેપારીઓની નજર ચૂકવીને પણ તેઓના મોબાઈલ ફોનની ચોરી કરતા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ-જમાઈ બન્યો જમ! પત્ની, સાળી અને સાસુ-સસરાને ઝેર ભેળવેલી માછલી ખવડાવી, સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

આ પણ વાંચોઃ-વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી 'ગંદી ટીચર'ની કહાની, 'તેના10 લોકો સાથે ચક્કર હતા, મને તબાહ કરી દીધો, મારો બદલો લેજો'

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

આ પણ વાંચોઃ-પકડાઈ જવાના ડરે ભ્રષ્ટ મામલતદારે રસોડામાં સળગાવી દીધા રોકડા રૂ.20 લાખ, છતાં ઝડપાયો

આરોપીઓ કરવા માટે રિક્ષા ભાડે કરીને નીકળતા હતા. જ્યારે પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ની વાત કરીએ તો જયેશ નાયક અગાઉ સેટેલાઈટ તથા આનંદ નગર વિસ્તાર મોબાઇલ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.જ્યારે સતીષ ઉર્ફે સત્યા પરમાર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં અને સરખેજ પોલીસ સ્ટેશનમાં કર્યું ભંગના ગુનામાં પકડાઇ ચૂકેલ છે.  હાલમાં ક્રાઇમ બ્રાંચે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે જ્યારે જપ્ત કરેલ મોબાઈલ ફોન ના I.M.E.I નંબરના આધારે માલિકને શોધી કાઢવાની પણ કામગીરી શરૂ કરી છે.
Published by:ankit patel
First published:March 26, 2021, 16:03 pm

ટૉપ ન્યૂઝ