Home /News /madhya-gujarat /

અમદાવાદ: અવાજ આવતા જ તસ્કરો ભાગ્યા, એક ચોર દુકાનમાં જ ફસાયો, દુકાનદારે ઝડપી પાડ્યો

અમદાવાદ: અવાજ આવતા જ તસ્કરો ભાગ્યા, એક ચોર દુકાનમાં જ ફસાયો, દુકાનદારે ઝડપી પાડ્યો

વાડજ પોલીસ સ્ટેશન

Ahmedabad News: પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રવિ મકવાણા જ્યારે તેની સાથે આવેલા રિક્ષા ચાલકનું નામ ભરત દંતાણી હોવાનુ જણાવ્યુ હતું.

અમદાવાદ: શહેરના (Ahmedabad News) વાડજ વિસ્તારમાં ચોરી કરવા માટે આવેલા તસ્કરોને ચોરી કરવું ભારે પડ્યું છે . આસપાસમાં હિલચાલ જોતા જ એક તસ્કર રિક્ષા લઈને પલાયન થઈ ગયો તો બીજો દુકાનમાં જ છુપાઈ ગયો . જોકે, દુકાન માલિકને જાણ થતાં જ તે દુકાન પર આવી જતા દુકાનમાં જ છુપાયેલ ચોરને રંગેહાથે ઝડપી લીધો છે.

જુના વાડજ વિસ્તારમાં રહેતા દિપકભાઇ જનવાણી વ્યાસવાડી નજીક આકાશ ગંગા સોસાયટી પાસે સાઈ કોમ્યુનિકેશન નામની મોબાઇલની દુકાન ધરાવે છે . ગઇકાલે મોડી રાત્રે  આકાશગંગા સોસાયટીમાં રહેતા રમેશભાઇએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તમારી દુકાનનું શટર અડધું ઊંચું છે .

જેથી ફરિયાદી અને તેનો ભાઈ દુકાન પર પહોંચ્યા હતા . જ્યાં તેમને રમેશ ભાઇએ કહ્યું હતું કે, એક રિક્ષા ચાલક રિક્ષા લઈને ડી માર્ટ તરફ ભાગી ગયેલ છે. જ્યારે તેમને શટરના લોક ખોકીને દુકાનમાં તપાસ કરી તો એક વ્યક્તિ અંદર છુપાયેલો હતો. જેને પકડીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રવિ મકવાણા જ્યારે તેની સાથે આવેલા રિક્ષા ચાલકનું નામ ભરત દંતાણી હોવાનુ જણાવ્યુ હતું.

આ પણ વાંચો - જામનગરમાં પણ નશાનો કારોબાર! બે લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયા

જોકે, મહત્વ ની બાબત તો એ છે કે, રવિબે આઠથી નવ મોબાઈલ ચોરીને રિક્ષા ચાલકને આપ્યાં હતાં. જે મોબાઈલ લઈને રિક્ષા ચાલક પલાયન થઈ ગયો હતો. ફરિયાદીએ દુકાનમાં તપાસ કરતા નવ મોબાઈલ ફોનની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે. જેની કિંમત રૂપિયા 90 હજાર થાય છે .

જોકે આ બાબત ની જાણ પોલીસનેં કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે .
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ચોરી

આગામી સમાચાર